પરીક્ષાની લેઈટ ફી સાથેના ફોર્મ ભરવાની પણ મુદત પૂર્ણ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2024માં યોજાનાર ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષાના લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મૂદત પણ આજે મંગળવારે પૂર્ણ થઈ છે. આ દરમિયાન રાજ્યમાથી કુલ 1.30 લાખ કરતાં વધુ ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું છે, ચોક્કસ આંકડો એક્સન પ્લાનમાં જાહેર કરાશે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 4 હજાર જેટલા વધુ ફોર્મ ભરાયાં હોવાનો અંદાજ છે. ગત માર્ચ-2023માં યોજાયેલ પરીક્ષામાં 1,26,777 ફોર્મ ભરાયાં હતાં.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે 26 ઓક્ટોબરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની મૂદત આજે તા.5 ડીસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મૂદત પૂર્ણ થયા બાદ પણ જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહ્યાં હતા તેઓ માટે કુલ ત્રણ તબક્કામાં મૂદત આપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં તા.6 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી રૂ. 250 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવ્યાં હતા.બીજા તબક્કામાં તા.16 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રૂ. 300 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારાયા હતાં અને છેલ્લે ત્રીજા તબક્કામાં 26 ડિસેમ્બરના રોજ રૂ. 350 લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવામાં આવ્યાં હતાં, જેની મૂદત આજે પૂર્ણ થઈ છે. એટલે કે, આજે મંગળવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં ફોર્મ સ્વિકારવાની મૂદત છે.