મોરબી, તા. 3
મોરબીમાં 30 ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને 135 જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. અને જે લોકોના અવસાન થયેલ છે તેના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ ગોઝારી ઘટનામાં પરિવાર સાથે ઝૂલતાપૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ નાગરિકો ભોગ બન્યા છે.
આ ઘટનાથી આખુ વિશ્વ સ્તબ્ધ થઇ ગયુ છે ત્યારે મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા સાહેબ મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર અત્યંત દુ:ખની લાગણી અનુભવે છે અને આ ઘટનાથી અત્યંત વ્યથિત છે તેમજ જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી તેવી ઘટનાથી ખુબ જ હતપ્રભ થયા છે.