મશીનરી અને ટ્રક સહિત 19.25 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનું સ્વીટીંગ મશીન તથા મશીનને ક્ધટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા મશીનને લગાડવાની ડાઈની ચોરી થઈ હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસની અલગ અલગ ટીમો ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતી તે દરમિયાન કારખાનામાં કામ કરતા શ્રમિકો બનાવ બાદ હાજર નહીં મળી આવતા આ શ્રમિકોની ઉંડાણપુર્વક માહિતી મેળવી તથા બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી મેળવેલ ફુટેજના આધારે તથા ટેકનિકલ માધ્યમથી આરોપીઓનો રૂટ ચકાસી વાહન રાજસ્થાનના ઉદયપુર તરફ હોવાની માહિતી મળી હતી.
- Advertisement -
સીસીટીવી ફુટેજમાં આ વાહનમાં ચોરીનો માલ ભરીને આરોપીઓ રાજસ્થાન તરફ ગયા હોવાની હકીકત મળતા રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી તુરંત જ એક તાલુકા પોલીસની ટીમ રાજસ્થાન રાજયના ઉદયપુર જવા રવાના કરી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર આ કારખાનાના શ્રમિકો અને મૂળ રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપીના ગણેશ શાંતિલાલ દુભાયે, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત, ગોવિંદ દિનકર ધાદવડ, રાજકમલ ગંધર્વસિંહ રાજપુત, બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ રાજકુમાર પ્રજાપતિને ઝડપી લીધા હતા તેમજ ગજાનંદ એન્જીનીયર વર્કનું એક સ્લીટીંગ મશીન (આશરે કિં.રૂ. 8 લાખ) તથા મશીનને ક્ધટ્રોલ કરવાની એક એસી ડ્રાઈવ (આશરે કિં.રૂ. 25 હજાર) તથા મશીનને લગાડવાની પાંચ ડાઈ (આશરે કિં.રૂ. એક લાખ) તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ આઈશર વાહન એમએચ-15-એચએચ-8669 (કિં.રૂ. 10 લાખ) મળી કુલ રૂ. 19 લાખ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.