ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એસઓજી ટીમે મોરબી તાલુકાના લાલપર નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડીને ત્રણ બિહારી શખ્સોને છ કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી એનડીપીએસ એકટ અન્વયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેર મોરબી હાઇવે ઉપર લાલપર નજીક અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડીને અમીત શ્રીશીશુ તીવારી (ઉં.વ. 22, રહે. જાંબુડીયા, મોરબી, મુળ રહે. બિહાર), વિનોદરાય મનોજરાય યાદવ (ઉં.વ. 20, રહે. લાલપર, મોરબી, મુળ રહે. બિહાર) અને વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા (ઉં.વ. 22, રહે. લાલપર, મોરબી, મુળ રહે. બિહાર) નામના શખ્સોને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 6 કિલો 121 ગ્રામ જથ્થો (કિં.રૂ. 61,210) અને 15,500 ની કિંમતના ત્રણ મોબાઈલ સહિત કુલ મળી રૂ. 76,710 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એકટ અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.