પાર્કિંગના પટ્ટા પર થયેલા દબાણો દૂર કરાયા: હેરિટેજ વિસ્તારમાં કાયમી અમલની ઉઠી માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વધતા જતા લારી, ગલ્લા અને પાથરણાના દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નગર દરવાજા ચોકમાં વાહન પાર્કિંગ માટે નિર્ધારિત સફેદ પટ્ટાવાળી જગ્યા પર થયેલા દબાણોને ટીમે દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન દુકાનોની બહાર માલસામાન રાખતા વેપારીઓ અને ખાણીપીણીની લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી હતી. નગરજનો અને વેપારીઓએ માંગ કરી છે કે શહેરના હેરિટેજ સમાન નગર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત અમલવારી કરવામાં આવે. મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ કરવાની ચેતવણી આપી છે.



