મોરબી પુલ દુર્ઘટના મામલો આજે પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગત રોજ મોરબી કોર્ટમાં કર્યું હતું સરેન્ડર
- Advertisement -
ઓરેવા ગ્રુપના માલિક અને આરોપી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં ગત રોજ સરેન્ડર કર્યું હતું. મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. ચાર્જશીટમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.
Morbi Bridge collapse: Jaysukh Patel of Oreva Group who surrendered before the court has been sent to judicial custody.
— ANI (@ANI) January 31, 2023
- Advertisement -
જયસુખને આશરો આપનાર સામે પણ થશે કાર્યવાહિ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુન્હો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.
ચાર્જશીટમાં થયો મોટો ધડાકો
ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો છે. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો છે. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું છે. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું છે.