ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગની ટાઈલ્સ ઉપર જીસીસીના દેશોમાં ચાલી રહેલ એન્ટીડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો મુદ્દે મોરબીના ઉદ્યોગકારોએ સાંસદ મોહનભાઈ કુંડારીયાને સાથે રાખીને કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલને રૂબરૂ રજૂઆત કરી હતી. સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસીના દેશોમાં ચાલી રહેલ એન્ટીડમ્પીંગ ડ્યુટીના પ્રશ્ર્નો મુદ્દે મોરબીના ઉદ્યોગકારોએ સાંસદ મોહનભાઈ કુંડારીયાને સાથે રાખીને ઉદ્યોગભવન દિલ્હી ખાતે મિનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલને રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી જેમાં મીડટર્મ રીવ્યુ અને ન્યુ શીપર કંપનીઓ માટે સાઉદી અરેબીયા દ્વારા ઝડપથી પ્રક્રીયા હાથ ધરવામાં આવે તેમજ મોરબી સીરામીક એસોસીએસનને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્શીલ ફાળવવામાં આવે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. આ તકે મોરબી સીરામીક એસોસીએસનના સેનેટરી ડીવીઝનના પ્રમુખ કિરીટભાઈ પટેલ, કમીટી મેમ્બર ગૌતમભાઈ અને પરેશભાઈ હાજર
રહ્યા હતા.