ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્ને રાજ્યમંત્રી મેરજાની અધ્યક્ષતામાં સિરામિક ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને રજુઆત કરી હતી જેમાં મુખ્યમંત્રીએ રજુઆતોને ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે બેઠક યોજાઈ હતી અને ઉદ્યોગકારોએ સિરામિક ઉદ્યોગના પ્રશ્ને રજુઆત કરતા મુખ્યમંત્રીએ મોરબી સિરામીક ઉધોગના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચના આપી હતી. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં સિરામીક એશોસીએસનના પ્રમુખ વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ પટેલ તેમજ નિલેષભાઇ જેતપરીયા અને મનોજભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા.