ગુજરાત વિધાનસભા ચોમાસા સત્રમાં મહત્વના બિલ રજૂ કરાશે, કાળા જાદૂ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભામાં રજૂ થશે તો ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા બિલ લવાશે
રાજ્યમાં અનેકવાર નકલી તાંત્રિકોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે નકલી તાંત્રિકોએ વિધિના નામે બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે હવે આવા નકલી તાંત્રિકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. આ વખતે 21 ઓગસ્ટથી શરૂ થનાર ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આ મામલે બિલ લાવવામાં આવશે.
- Advertisement -
21 ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. આચોમાસું સત્રમાં મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. વિગતો મુજબ 3 દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. મહત્વનું છે કે, રાજ્યમાં જાણે ભ્રષ્ટ અધિકારોનો રાફડો ફાટ્યો હોય તેમ છાછવારે અનેક ઘટનાઓ સામે આવે છે. જેથી હવે તેને અંકુશમાં લેવા રાજ્ય સરકાર સતર્ક બની છે.