ખાસ-ખબર ન્યૂઝ શ્રીનગર, તા.21
આજે 10મો ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. વડાપ્રધાને શ્રીનગરમાં યોગ કર્યા. આ કાર્યક્રમ દલ લેકના કિનારે યોજાવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો હતો. અગાઉ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ તે સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો. ઓપન એરિયામાં વડાપ્રધાન મોદી 7 હજાર લોકો સાથે યોગ કરવાના હતા, પરંતુ વરસાદને લીધે હોલમાં શિફ્ટ થવાને કારણે માત્ર 50 લોકોએ જ ભાગ લીધો હતો. આ પ્રસંગે પીએમે કહ્યું- યોગની યાત્રા ચાલુ રહે છે. આજે વિશ્ર્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ એ માત્ર જ્ઞાન નથી પણ એક વિજ્ઞાન પણ છે.
- Advertisement -
આવી સ્થિતિમાં એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્ર્કેલ બની રહ્યું છે. તેનો ઉકેલ પણ યોગમાં રહેલો છે. 10 વર્ષ પહેલાં 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી તે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે. 2024 માટે યોગ દિવસની થીમ ‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ છે. ઙખ મોદી બે દિવસીય જમ્મુ-કાશ્ર્મીરના પ્રવાસે છે. વર્ષ 2013 બાદ તેમની જમ્મુ-કાશ્ર્મીરની આ 25મી મુલાકાત છે. 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ આ 7મી મુલાકાત છે. ચૂંટણીપંચ સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્ર્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની અહીં મુલાકાત અને યોગ દિવસ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાને પોઝિટિવ મેસેજ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, યુદ્ધ જહાજ ઈંગજ વિક્રમાદિત્યના સૈનિકોએ સવારે યોગાભ્યાસ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ કર્યો
- Advertisement -
વડાપ્રધાન મોદીએ લીધી સ્પેશિયલ સેલ્ફી
ઈન્ડિયન આર્મીના જવાનોએ યોગ કર્યા