By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તલાકથી હતાશ થયેલા સિઓલના એક વ્યક્તિએ મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી
    3 hours ago
    અમેરિકા પહોંચ્યો વિમલનો થેલો: બેગ લઈ રસ્તાઓ પર ફરતી જોવા મળી ગોરી મેમ
    3 hours ago
    સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે
    23 hours ago
    અમેરિકી વિઝા માટે સોશિયલ મીડિયા માહિતી ફરજીયાત : માર્ગદર્શિકા જાહેર કરાઈ
    23 hours ago
    ટ્રમ્પ સરકાર દેશને અંદરથી ખોખલો કરી રહી છે: ઓબામા
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈલેક્શન રિવોલ્યુશન: બિહારમાં પ્રથમ વખત મોબાઈલ ઈ-વોટિંગ
    9 minutes ago
    ઢાકામાં દુર્ગા મંદિર તોડી પાડવા બદલ ભારતે બાંગ્લાદેશની નિંદા કરી; યુનુસ સરકારની નિષ્ક્રિયતા બદલ ટીકા કરી
    2 hours ago
    નીતિશ કુમારે આજે 22 હજાર નવા સૈનિકોને નિમણૂક પત્રો આપ્યા, દારૂ પ્રતિબંધ કાયદાનો અમલ કરવા લેવડાવ્યા શપથ
    3 hours ago
    ટ્રેન મોડી પડી કે AC કામ કરતું નથી? તમે TDR ફાઇલ કરીને IRCTC પાસેથી રિફંડ આવી રીતે મેળવો
    4 hours ago
    પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભારે ભીડને કારણે 600થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    1 day ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    3 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    3 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    4 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    3 hours ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    3 hours ago
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    1 day ago
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    2 days ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    1 day ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    1 day ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 week ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતના 126 ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરી મોદીજીએ ચીલો ચાતર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતના 126 ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરી મોદીજીએ ચીલો ચાતર્યો
આંતરરાષ્ટ્રીયસ્પોર્ટ્સ

ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતના 126 ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરી મોદીજીએ ચીલો ચાતર્યો

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 3:57 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ભૂતકાળમાં ભારતના કોઈ વડાપ્રધાને આવી ખેવના બતાવી નથી.

વાર્તાલાપનો પ્રત્યેક સંવાદ કહેતો હતો કે મોદીજી આ ખેલાડીઓના સંઘર્ષને જાણે છે, તેમની દ્વિધા, તેમની મુશ્કેલી સમજે છે જાણે કે તેઓ ખેલાડીઓના હૈયા અને ભેજા સોંસરવા ઉતરી ગયા છે!

દોઢ કલાકના આ નોન સ્ટોપ અભૂતપૂર્વ વાર્તાલાપના પ્રત્યેક સંવાદમાં રમતગમત અંગે વડાપ્રધાન મોદીનું જ્ઞાન સ્પષ્ટ થતું હતું.

ગઇકાલે ટીવી પર એક નવા જ પ્રકારનો સંવાદ જોવા મળ્યો. ભૂતકાળમાં ક્યારેય એવું બન્યું નથી કે ભારતના કોઈ વડાપ્રધાને ઓલમ્પિક જંગ માટે જઈ રહેલા ખેલાડીઓ સાથે આટલી લંબાણ પૂર્વક વાત કરી હોય. હા, ઓલમ્પિક કે કોઈ અન્ય ટુર્નામેન્ટ જીતીને આવેલા ખેલાડીઓ સાથે દરેક વડાપ્રધાને અગાઉ થોડી ઘણી વાતો જરૂર કરી લીધી છે પરંતુ ઓલમ્પિક સ્પર્ધાઓ માટે જઈ રહેલા ખેલાડીઓ કે જેઓ હજુ આ સ્પર્ધામાં જીત્યા નથી તેમની સાથે અધિકૃત પ્રકારના સંવાદની આ પ્રથમ ઘટના છે. આ ઘટના ન તો કેવળ પ્રથમ છે બલ્કે તે અનન્ય છે, તે અનન્ય છે તેના ક્ધટેન્ટના કારણે! આ બહુ સમજવા જેવી બાબત છે. ઓલમ્પિક માટે જઈ રહેલા ખેલાડીઓ પાસે પોતાની રમતની અતી વિશેષ ક્ષમતા તો હોય જ, તેઓ નિર્વિવાદ ડાયમંડ છે એ તો સાચું જ પરંતુ તેમના હૃદયમાં ડોકિયું કરી શકવાની મોદીજીની ક્ષમતા જોઈ હ્રુદય ખરેખર જ પુલકિત થઇ ગયું. લગભગ દોઢેક કલાકના આ વાર્તાલાપનો પ્રત્યેક સંવાદ કહેતો હતો કે મોદીસાહેબ કેવળ રાજરમત જ નહી, સાચુકલી રમત અને તે માટે જરૂરી કૌવત અંગે પણ અગાધ જ્ઞાન ધરાવે છે.

Contents
ભૂતકાળમાં ભારતના કોઈ વડાપ્રધાને આવી ખેવના બતાવી નથી.વાર્તાલાપનો પ્રત્યેક સંવાદ કહેતો હતો કે મોદીજી આ ખેલાડીઓના સંઘર્ષને જાણે છે, તેમની દ્વિધા, તેમની મુશ્કેલી સમજે છે જાણે કે તેઓ ખેલાડીઓના હૈયા અને ભેજા સોંસરવા ઉતરી ગયા છે!દોઢ કલાકના આ નોન સ્ટોપ અભૂતપૂર્વ વાર્તાલાપના પ્રત્યેક સંવાદમાં રમતગમત અંગે વડાપ્રધાન મોદીનું જ્ઞાન સ્પષ્ટ થતું હતું.

ગઇકાલે તેઓ 23મી જુલાઈએ શરૂ થઈ રહેલા ઓલમ્પિક ખેલ માટે અહીંથી 17મી જુલાઈના રોજ જનારા ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. ભારત આ વખતે 18 રમતો માટે 126 ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિક માટે મોકલી રહ્યું છે. આ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા વડાપ્રધાન મોદીજી કોન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા. ભૂતકાળમાં ભારતના કોઈ વડાપ્રધાને હજુ રમતમાં વિજેતા ન નીવડ્યા હોય તેવા ખેલાડીઓને પ્રેરણા આપવા, તેમનો જોમ જુસ્સો વધારવા આ રીતે વાત કરી નથી. આથી આ ખેલાડીઓ અજીબ પ્રકારનો રોમાંચ અને ગર્વ અનુભવી રહ્યા હતા. તેઓ સ્પષ્ટપણે એવું ફીલ કરી રહ્યા હતા કે આ દેશના સર્વોચ્ચ વડા તેમના સંઘર્ષને સમજે છે, તેમની મહેનતની કદર કરે છે.

- Advertisement -

વડાપ્રધાનને આપણે દેશવિદેશના રાજકીય આગેવાનો, ટોચના વૈજ્ઞાનિકો, ધાર્મિક આધ્યાત્મિક નેતાઓ, કલાકારો, વિદ્યાર્થીઓ, ડોકટરો, આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાઈકુંસ સાથે વાત કરતા જોયા છે. તેમની વાતચીત સાંભળીએ ત્યારે આપણને એ પ્રતીતિ થયા વીના ના રહે કે તેઓ આ દરેકના ક્ષેત્રને સમજે છે. તેઓ સામે વાળી વ્યક્તિની લાયકાત તેની વિશેષતાઓ, તેની માનસિકતાનો ખાસ અભ્યાસ ધરાવતા હોય છે. પછી સામેની વ્યક્તિ ચાહે કોઈ પણ ક્ષેત્રની હોય, કોઈ પણ ઉંમરની હોય કે ચાહે તેનું સામાજિક આર્થિક રાજકીય બેકગ્રાઉન્ડ કાઈ પણ હોય, તેઓ તેમના હૈયા અને ભેજા સોંસરવા ઉતરી જાય છે. આટલા અતી વ્યસ્ત શેડયુલ વચ્ચે તેઓ સામેની વ્યક્તિની વિગતોનો ક્યારે અભ્યાસ કરી લેતા હશે!?! આ કેવળ સમય હોવા ન હોવાની વાત નથી, આ કેવળ માનસિક સજ્જતાની વાત નથી, આ વાત છે તેમના હ્રુદયની અમીરાતની! તેઓ હંમેશા ઉત્સાહથી થનગનતા હોય છે. અનેક પડકારો વચ્ચે કામ કર્યા તેઓ ક્ષણભર માટે પણ ઢીલા નથી પડતા.

ગઇકાલે સ્કવોષની ખેલાડી દીપિકા પાલિકલ સાથે વાતચીત કરતા તેમણે દીપિકાને યાદ અપાવી કે નાનપણમાં વૃક્ષ પરથી કેરીઓ પાડવામાં કેવી હુશિયાર હતી! વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ તેના જીવનની આટલી નોંધ લે છે તે જાણી ઘડી બે ઘડી તો તે સ્થબ્ઘ જ થઈ ગઈ. વડાપ્રધાનની વાતોથી દીપિકાના ચહેરા પર ગૌરવ ઝલક્તું હતું.
વડાપ્રધાને બેડમિન્ટન ખેલાડી પી વી. સિંધુ, કુસ્તીના ખેલાડી વીનેશ ફોગટ, બોક્સર મેરીકોમ, શૂટર સૌરભ ચૌધરી, ઇલાવેનીલ કવારીવં, ટેબલ ટેનિસ પ્લેયર શરદ કમલ અને નીરજ સહિત અન્ય કેટલાક ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી. મોદીજી તેમના અંગત જીવન વીશે, તેમના સંઘર્ષ વીશે, તેમની ખામીઓ અને ખૂબીઓ વીશે, તેમની સફળતા નિષ્ફળતા વીશે અને તેમના જીવનની દ્વિધાઓ તેમજ તેમની સારી ખરાબ આર્થિક સ્થિતિનું મોદીજી પડે આટલું વિસ્તૃત વિવરણ છે તે જાણી આ ખેલાડીઓ એવો સંતોષ અનુભવતા હતા કે દેશનો સર્વોચ્ચ વડો તેમની જીવન ઘટમાળની નોંધ લઈ રહ્યો છે. તેમને એક પ્રકારનું પ્રોત્સાહન મળી રહ્યું હતું. મોટીવેશનના આવા પાઠ મેનેજમેન્ટના કોઈ પુસ્તકમાં નહી હોય. આ વીડિયો કોન્ફરન્સમાં પ્રત્યેક ખેલાડીએ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અંગે સરકારની સરાહના કરી હતી. સ્પોર્ટ્સ પ્રત્યે સરકારની ઉદાસીનતાની કોઈ જ ફરિયાદ ન હતી.

આ એક અત્યંત નવો અનુભવ હતો જેમાં એક વડાપ્રધાનને અલગ અલગ રમતના દરેક પાસા વીશે વિસ્તૃત જ્ઞાન હોવાનું સ્પષ્ટ થતું હતું. તેઓ ખેલાડીના મનની ગૂંચ સમજી શકતા હતા. બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુના આઇસ્ક્રીમ શોખની વાત કરી વાતાવરણને તેમણે હળવું બનાવી દીધું હતું. વિડિયો કોન્ફરન્સમાં તેમણે તેને પૂછ્યું હતું કે શું તમારા કોચ તમને આઇસ્ક્રીમ ખાતા રોકે છે? સિંધુ માટે આ સવાલ અણધાર્યો હતો. વડાપ્રધાન પાસેથી તેમને કેવળ ઔપચારિક વાતની અપેક્ષા હતી પરંતુ મોદીજી તેમની સાથે તેમના પરિવારના વડાની જેમ વાત કરી રહ્યા હતા. મોદીજીએ તેમને કહ્યું, “તમે સુવર્ણ ચંદ્રક જીતી આવો પછી આપણે બન્ને સાથે આઇસ્ક્રીમ ખાશું. તેમના આ શબ્દોમાં એક જાદુ હતો. સિંધુએ અર્ધી જીત અહી જ હાંસલ કરી લીધી હતી. રેસ્લિંગ ખેલાડી વીનેશ ફોગટના પરિવાર સાથે વાતચીત કરતા મોદીજીએ મજાકમાં તેમને પૂછ્યું, “આપ આપની લડકીઓકો કોનસી ચકી કા આંટા ખીલાતે હો?” વડાપ્રધાન એટલી અંગત રીતે વાત કરી રહ્યા હતા કે ખેલાડીઓ માટે જીતવું ફરજિયાત બની જાય. તેમણે દરેક ખેલાડીઓના માતા પિતા સાથે પણ વાત કરી હતી. શૂટિંગમાં ભાગ લેવા જઈ રહેલા પ્રવીણકુમારની નબળી આર્થિક સ્થિતિ અંગે મોદીજીએ તેમને હિંમત આપી ગજબનાક ઉત્સાહ સિચ્યો હતો. મોદીસાહેબ પ્રવીણના મજૂર પીતા સાથે પણ વાત કરી હતી.

- Advertisement -

 

You Might Also Like

તલાકથી હતાશ થયેલા સિઓલના એક વ્યક્તિએ મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી

અમેરિકા પહોંચ્યો વિમલનો થેલો: બેગ લઈ રસ્તાઓ પર ફરતી જોવા મળી ગોરી મેમ

સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે

અમેરિકી વિઝા માટે સોશિયલ મીડિયા માહિતી ફરજીયાત : માર્ગદર્શિકા જાહેર કરાઈ

ટ્રમ્પ સરકાર દેશને અંદરથી ખોખલો કરી રહી છે: ઓબામા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર અબુ હુરૈરા સહિત 3 આતંકી ઠાર
Next Article અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા તો AAPનાં કાર્યકરોને મરચાં લાગ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ, શરીર પર બચકાં ભરવાનાં અને નખથી ઉઝરડાનાં નિશાન મળ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઈલેક્શન રિવોલ્યુશન: બિહારમાં પ્રથમ વખત મોબાઈલ ઈ-વોટિંગ
મનપાની ભરચોમાસે રોડ કામગીરી, લોકો ત્રાહિમામ
માણાવદર મામલતદાર કચેરીમાં હેલ્પ ડેસ્ક વિભાગ કાર્યરત કરવામાં આવ્યો
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ભુતવડ ગામે પશુપાલન શિબિર યોજાઈ
દીપડાએ વૃદ્ધા પર હુમલો કર્યો, ઘાયલને 108ની સારવાર મળતા જીવ બચ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

તલાકથી હતાશ થયેલા સિઓલના એક વ્યક્તિએ મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકા પહોંચ્યો વિમલનો થેલો: બેગ લઈ રસ્તાઓ પર ફરતી જોવા મળી ગોરી મેમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?