ચાલુ વરસાદે વૉશિંગ્ટન એરપોર્ટ પર ઉમટી જનમેદની : આજે પાંચ જાયન્ટ કંપનીનાં CEOને મળશે : કાલે બાઈડન સાથે મુલાકાત
ખાસ-ખબર સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના પ્રવાસ માટે અમેરિકા પહોંચ્યા છે. ભારતીય સમયાનુસાર ગુરૂવારે સવારે પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા, જ્યાં ભારતીય સમુદાયે પીએમ મોદીનુ જોરદાર સ્વાગત કર્યુ. હવે આજથી જ પીએમ મોદી પોતાની બેઠકમાં જશે. જેમાં પહેલા દિવસે કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત પણ થવાની છે. કોરોના સંકટ કાળની વચ્ચે પહેલીવાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશ યાત્રા થઈ રહી છે.
- Advertisement -
ગુરૂવારે સવારે લગભગ સાડા ત્રણ વાગે (ભારતીય સમયાનુસાર) જ્યારે પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે ત્યાં ભારતીય સમુદાયે તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ તમામનો આભાર માન્યો. સાથે જ ટ્વીટર પર તસવીર પણ શેર કરી. આજે વડા પ્રધાનની કેટલીક મહત્વની મુલાકાત છે. આ દરમિયાન તેઓ કેટલીક કંપનીના CEO સાથે મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.
2022 વિધાનસભા ચૂંટણીમાં 60% ધારાસભ્યો કપાશે?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ત્યાર બાદ રાજ્યમાં નો-રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે, એટલે કે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ નવા અને યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
- Advertisement -
બીજી તરફ, આગામી 2022ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો-રિપીટની થિયરી લાગુ થઈ શકે છે, એટલે કે વિજય રૂપાણીની સરકારના ધારાસભ્યોમાંથી 60 ટકાને પડતા મૂકી નવાને ટિકિટ આપવામાં આવી શકે છે.