1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે: જઘઞ વિસ્તારમાં વરસાદથી તૈયારીઓમાં વિઘ્ન
ખાસ-ખબર ન્યૂઝ વડોદરા
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. કેવડીયા પહેલા તેઓ આજે સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે. બીજી તરફ જઘઞ વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે.
- Advertisement -
વડાપ્રધાન મોદી આજે 30 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ સાથે પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. વડોદરા એરપોર્ટ પર 15 મિનિટના ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષે રહેલા વરસાદને કારણે વાતાવરણ ખરાબ થાય તો વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા જશે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો, વડોદરા મહાપાલિકાના કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે. આજે 30 ઓક્ટોબરના સાંજે જ કોર્પોરેટરો અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને નેતાઓ ખાનગી લક્ઝરી બસમાં કેવડિયા પહોંચી જશે.



 
                                 
                              
        

 
         
        