ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પાર કરાવી દીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ (KVIC)એ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ દ્વારા વિશ્વ સમક્ષ ભારતની એક બુલંદ તસ્વીર રજૂ કરવામાં આવી છે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત KVIC પ્રોડક્ટસનું ટર્નઓવર 1.34 લાખ કરોડને પર કરાવી દીધું છે.
- Advertisement -
दिल्ली के #IIPA में ‘राष्ट्रीय स्तर के एक दिवसीय सम्मेलन’ में ‘खादी और ग्रामोद्योग आयोग’ और देशभर के राज्यों से आये ‘खादी और ग्रामोद्योग बोर्ड’ के अधिकारियों के सम्मेलन की अध्यक्षता करने का अनुभव, अभूतपूर्व था। #kvic #khadi #khadiindia #chairmankvic #vocalforlocal pic.twitter.com/x8CwHQBMsL
— Manoj Goel (@ManojGoelBJP) June 6, 2023
- Advertisement -
ટર્નઓવર વધીને 1,34,6,30ના સુધી પહોંચ્યું
લોકોમાં જાગૃતિને પગલે છેલ્લા 9 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી ખાદી ઉત્પાદનના વેચાણમાં 332 ટકાનો અદભુત વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013,14ની વાત કરવામાં આવે તો જ્યાં ખાદી અને ગ્રામ ઉદ્યોગનું ટર્નઓવર માત્ર 31154 કરોડ હતું. તે નાણાકીય વર્ષ 2022, 23 માં વધીને 1,34,6,30ના અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 9,54,899 નવી નોકરીઓનું સર્જન કરી અને રેકોર્ડ સર્જી દીધો છે. આ મામલે આયોગના અધ્યક્ષ મનોજ કુમારે સિદ્ધિનો શ્રેય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણા,પીએમ મોદીની બ્રાન્ડ પાવર અને દેશના ગામડાઓમાં કામ કરતા કારીગરોની મહેનતને આપ્યો હતો.
અગાઉ કરતા મેળવી આ સિદ્ધિ
2013, 14માં KVICનું ઉત્પાદન 26,109 હતું તે 2022,23માં 268 ટકાના હનુમાન કુદકા સાથે 95957 કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી બાજુ વેચાણ 2013, 14માં 31153 હતું જે 2022,23માં1,34,630 કરોડ સુધી પહોંચી ગયું છે. કપડા ઉત્પાદનમાં પણ વધારો થયો છે. 2013, 14માં જે ઉત્પાદન 811 કરોડનું હતું તે હવે 2916 કરોડને પર કરી ગયું છે. બીજી બાજુ આ કપડાની માંગ પણ વધી છે. ખાસ વાત અગાઉ જે રોજગારી 13,038,444 હતી તે હાલ 17,716,288 પર પહોંચી છે. નવી નોકરીમાં 9, 54, 899નું સર્જન થયું છે. સામે પક્ષે કારોગરોના મહેતાણાં પણ અગાઉ કરતા 33 ટકાનો વધરો કરાયો છે. એક દિવસમાં ખાદીની પણ 1.34 કરોડની ખરીદીનો રેકોર્ટ હજરાહજુર છે.