શ્રી નાથજી સંગીત સંધ્યા, દાતાશ્રીઓનું સન્માન તેમજ વિરાટ જ્ઞાતીભોજન સહિતના યોજાયા કાર્યક્રમો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
પ. પૂ. દ્વારકેશલાલ મહોદય, હર્ષદભાઈ શાહ, મુકેશભાઇ દોશી, રાજુભાઇ ધારૈયા, ડી. વી. મહેતા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત: સર્વત્ર ટીમ દ્વારા મોઢ મહાજનનાં નૂતન સોપાનની સરાહના કરાઇ
રાજકોટ – સૌરાષ્ટ્ર ની મોઢવણીક જ્ઞાતિ ની 150 વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી મોઢવણીક મહાજન રાજકોટ દ્વારા રાજકોટ શહેરના અતિ પોશ વિસ્તાર એવા કાલાવડ રોડ પરના ન્યારી ડેમ મેઇન રોડ ખાતે ભવ્ય અને અતિઆધુનિક સુવિધા ઓથી સજ્જ આશરે 4000 વારમાં ભવન અને પાર્ટીલોન્સ નું નિર્માણ કરવામાં આવેલ છે. જેમને સંસ્થાનાં સ્થાપક તેમજ મૂળદાતા શ્રી ઉજમશીભાઈ વિરચંદભાઈ વોરા મોઢવણીક કેમ્પસ એન્ડ પાર્ટીલોન્સ (યૂવીએમસી પાર્ટીલોન્સ) નામકરણ સાથે તાજેતર માજ હજારોની સંખ્યામાં મોઢવણીક જ્ઞાતિજનોની ઉપસ્થિતિ માં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠાધીસ્વર સોમયાજી દીક્ષિત, અનંત વિભૂષિત પૂ. પા. ગો. 108 દ્વારકેશલાલજી મહોદય, ચંપારણ્ય નાં કરકમલો દ્વારા સમાજાપર્ણ કરવામાં આવેલ હતું. મોઢવણીક મહાજન રાજકોટ દ્વારા નવા યુગમાં એક નવા જ પગલાના મંડાણ કરવામાં આવ્યા છે. સવા સો વર્ષ જ્ઞાતિજનોને કઇંક સવાયું આપવાના ઉમદા ઉદેશ આવ્યે રાજકોટ જેવા વિકસિત શહર માં અતિઆધુનિક સુવિધા ઓથી સજ્જ વિશાળ પાર્ટી પ્લોટ જ્ઞાતિજનોને રૂ.. 21000/- નાં ટોકન દરે ઉપયોગ માટે આપવામાં આવશે.
આ પાર્ટી લોન્સમાં જ્ઞાતિજનો પોતાના વિવિધ સામાજિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે અંદાજે 30,000/- સ્ક્વેરફૂટ લોન એરીયા તથા 6000 સ્ક્વેરફૂટમાં અલ્ટ્રા મોર્ડન કોન્ફરન્સ હોલ, 5 એરકન્ડિશન્ડ રૂમ, કિચન સહિત નાં આધુનિક સંકૂલ નું નિર્માણ કરવામાં આવેલ છે. આ પાર્ટી લોન્સના નિર્માણ માટે છેલ્લા 7 વર્ષ થી સમગ્ર ટ્રસ્ટી મંડળ ની ટીમ નો અથાગ પરિશ્રમ અને વેઠેલી મુશ્કેલી ઑ અંગે પ્રમુખ શ્રી ભાગ્યેશ વોરા એ વક્તવ્ય દરમ્યાન જ્ઞાતિજનો ને વાકેફ કરેલ હતા પ. પૂ. દ્વારકેશલાલજી મહોદય તેમજ કાર્યક્રમનાં અધ્યક્ષ અને મોઢ મહોદય ના અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહ અને મોઢવણીક અગ્રણી, શહેર ભાજપ નાં અધ્યક્ષ મુકેશભાઇ દોશી દ્વારા પણ મોઢવણીક મહાજન રાજકોટ ની ટીમ ને આ ઐતિહાસિક કામગીરી ની પોતાના વક્તવ્યો દરમ્યાન સરાહના કરેલ હતી, પાર્ટી પ્લોટ નિર્માણ નાં ટ્રસ્ટી મંડળ નાં વિઝન ને બિરદાવ્યું હતું. જ્યારે ટઢઘ નાં વલ્લભકૂળભૂષણ શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ઓસ્ટ્રેલીયા ખાતે થી વિડીયો સંદેશ દ્વારા આશિવર્ચન પાઠવ્યા હતા. યૂવીએમસી પાર્ટી લોન્સના લોકાપર્ણ પ્રસંગે યોજાયેલો ભક્તિ કે સંગ, શ્રીજી કે સંગ પુષ્ટિમ ભક્તિ ગીતો નાં કાર્યક્રમ ને પણ જ્ઞાતિજનો એ મનભરી ને માણ્યો હતો જ્ઞાતિના વિકાસ માટે હમેશા પોતાના ખજાના ખુલ્લા મૂકી દેતા સમાજના દાતાઓનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. અન્ન ભેગા તેના મન ભેગા તે કેહવત ને સાર્થક કરતું વિરાટ જ્ઞાતિ ભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હજારોની સંખ્યામાં જ્ઞાતિજનોએ એક જ પંગતે હરિહર કર્યું હતું.
- Advertisement -
લોકાર્પણ સમારોહ નાં અધ્યક્ષ તરીકે મોઢ મહોદય નાં પ્રમુખ હર્ષદભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઇ દોશી, ડી. વી. મહેતા, રાજેન્દ્રભાઈ ધારૈયા, કલ્પનાબેન વડોદરિયા, ભારતીબેન શાહ, અંજનાબેન વડોદરીયા, અજયભાઈ પરીખ, શારદાબેન પારેખ, રક્ષિતભાઈ કામદાર,સુરેન્દ્રભાઈ ગાંધી, ભાવેશભાઈ પારેખ, મગનભાઇ દોશી, કિરીટભાઈ બખાઈ, પરિનભાઈ શાહ, મિલનભાઈ વોરા, જીરેન્ભાઈ છાપીયા, પંકજભાઈ રાઠોડ, ડો. યોગેશભાઈ મહેતા, જ્યોતિન્દ્રભાઈ પારેખ, દેવેન્દ્રભાઈ મણિયાર, યશભાઈ રાઠોડ, કેતનભાઈ મેસ્વાણી, ડો. અતુલભાઈ રાઠોડ, ભાવનાબેન બખાઈ, કૃણાલભાઈ મણિયાર, સુનિલભાઈ બખાઈ જ્યારે અતિથિ વિશેષ પદે ડો. ભરતભાઇ પારેખ, જગદીશભાઈ ભાડલીયા, અશોકભાઇ ભાડલીયા, કિશોરભાઇ ભાડલીયા, અશ્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ, જયશ્રીબેન પટેલ, અરવિંદભાઇ શાહ, શશીકાંતભાઈ ગાંધી, નરોતમભાઈ ધરમસી મણિયાર પરિવાર, રેખાબેન ગાંધી સહિતના આ સંકૂલનાં નિર્માણ માં નિમિત બનનારા દાતાશ્રીઓની પ્રેરણાદાયક ઉપસ્થિતિ રહી હતી શ્રી મોઢવણીક મહાજન રાજકોટ નાં નવીનતમ સોપાનની સર્વત્ર સરાહના રહી છે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને રસાળશૈલી નાં સંચાલન મહાજન નાં સહમંત્રી કેતનભાઈ પારેખ અને ડો. અતુલ વોરા એ કર્યું હતું. જ્યારે સંસ્થાનાં ભવ્ય ભૂતકાળ ગૌરવશાળી વર્તમાન અને ભાવિ વિઝન સહિતની માહિતી તેમજ ઉપસ્થિત જ્ઞાતિજનોનું શબ્દો થી સ્વાગત મહાજન પ્રમુખ ભાગ્યેશ વોરા એ કરેલ હતું અને અંત માં આભરવિધિ મહાજન નાં મેને. ટ્રસ્ટી. કીરેન છાપીયા દ્વારા કરવામાં આવેલ હતી. આ ઐતિહાસિક અવસરને સફળ બનાવવા મોઢવણીક મહાજન રાજકોટ ના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા, ઉપપ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરિયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્ટીઑ જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા સહિતનાઑએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા માં ટ્રસ્ટી ઉપરાંત ડો. કમલેશ પારેખ, અતુલ પારેખ, જયેન્દ્ર મહેતા, કેતન વોરા, યોગેશ પારેખ, ધીરુભાઈ મહેતા, નીતિન મણિયાર, ભાવિક મહેતા રશ્મિન શાહ, પ્રતાપ દોશી, રાજૂ મહેતા, નીતા પારેખ, છાયા વજરીયા, ક્રિષ્ના મણિયાર, મીરા મહેતા, નવા કુ. ખુશી પારેખ વગરે એ જેહમત ઉઠાવેલ. તેમ મોઢવણિક મહાજન રાજકોટ નાં મેનેજર સુરેશ રાજપુરોહિત ની યાદી જણાવે છે.