મોડાસા તાલુકાના ટીંટોઈ પંચાયતના એક સભ્ય દ્વારા સરપંચ પર સસ્તા ભાવે નિલગીરી વેચી દઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.એક તરફ વધુ વૃક્ષો વાવોના તેમજ વૃક્ષો બચાવોના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ મોડાસાના ટીંટોઇ ગામના સરપંચ દ્વારા નીલગીરીના લીલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ટીંટોઇ પંચાયતની ગૌચરની જમીનમાં આશરે ૨૦૦૦ થી વધુ નીલગીરીના વૃક્ષો માત્ર ૭૦,૦૦૦ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો.પ્રાથમિક માહિતી અનુસાર પંચાયતના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પંચાયતની કમિટીને જાણ કર્યા વિના નીલગીરી વેચી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે ત્યારે પંચાયતના સભ્યો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે સરપંચ સામે નિષ્પક્ષ રીતે તપાસ થાય તેવી માગણી કરવામાં આવી છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાતા તપાસના આદેશ સોપાયા છે સમગ્ર મામલે ટીંટોઇ પંચાયતના સરપંચનો સંપર્ક કરતા તેઓએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
મોડાસા તાલુકાના ટીંટોઇ ગ્રામ પંચાયતમાં નીલગીરી કાપવા મામલે વિવાદ સર્જાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias