ગુજરાતમાં આવતીકાલે ફરી મોક ડ્રીલ યોજાશે: ઓપરેશન સિંદૂર વચ્ચે રાજ્યમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી નાગરિક સંરક્ષણ કવાયતનું આયોજન
29 મેના રોજ પાકિસ્તાન નજીકના ભારતીય રાજ્યો, જેમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે, ત્યાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, જેના જવાબમાં ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.
આવતીકાલે પાંચ રાજ્યો થશે મોક ડ્રીલ
દેશભરના પાંચ રાજ્યોમાં આવતીકાલે ગુરુવારે (29 મે) મોક ડ્રીલ યોજવાને લઈને સિવિલ ડિફેન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે.
- Advertisement -
આવતીકાલે ગુજરાતમાં સાંજે 5 વાગ્યા થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ થશે. આ બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સૂત્રો દ્વારા કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તંગદિલી બાદ અગાઉ પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી અને આવતીકાલે ગુરુવારે ફરી એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરશે.