ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકાની હાજરીમાં તા. 01/07/2025 નાં રોજ અંત્યંત મહત્વપૂર્ણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોક મોરબી સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલના બીજા માળે આગની ઘટના બની હતી તેમજ 7 -8 કેઝ્યુલીટી ફસાયેલ હતા તેવો કોલ મોરબી ફાયર ક્ધટ્રોલરૂૂમ ખાતે 04:18 કલાકે આવેલ હતો. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ કોલ મળતાની 02 થી 03 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર, ટર્ન ટેબલ લેડર સહિતના તમામ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોચી ગયો હતો. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ફાયર જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ લેડર ની મદદથી બીજા માળે ફસાયેલ કુલ 06 કેઝ્યુલીટી અને હાલે મોરબી મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગુજરાત સરકાર દ્વારા મળેલ ટર્ન ટેબલ લેડરની મદદ થી ચોથા માળે ફસાયેલ 02 કેયુલીટીને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરેલ.
અંતે આ મોકડ્રિલ જાહેર કરતાં હાજર સર્વે એ રાહત મેળવી હતી અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય ઉદેશ્ર્ય લોકોને હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેયુલીટી ને બચાવવી. આ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રકારની મોકડ્રિલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂૂપ થશે.
મોરબી સિવિલ હૉસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ
