ખાસ-ખબર સંવાદદાતા
ડાંગ જિલ્લામા ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ મોટી નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલા નાના-મોટા ધોધ વગેરેમાં માછલા પકડવા, કપડાં ધોવા, નહાવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે તેમજ સહેલાણીઓ ગમે તે સ્થળે ઉભા રહીને મોબાઇલમાં ફોટા તેમજ સેલ્ફી લેવા જાય છે અને વહેતા પાણીના વહેણમા વહી જઈ મૃત્યુ થવાની સંભાવનાને ધ્યાને રાખી તંત્ર દ્વારા સેલ્ફી-ફોટોગ્રાફી જેવી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકાયો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારા કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે એવી ચેતવણી અપાતા પ્રવાસીઓ વિમાસણમાં મૂકાયા છે. આગામી દિવસોમાં પર્યટકો પર તેની અસર જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી છે.
- Advertisement -
ડાંગ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.


