ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિધાનસભા-68 રાજકોટ, વોર્ડ નં. 5માં ધારાસભ્ય ઉદય કાનગડના વરદહસ્તે કેયુર પાર્ક, રત્નદીપ સોસાયટી, મારુતિનગર, ગઢિયા નગર સહિત જુદા જુદા વિસ્તારોમાં રૂા. 1.81 કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા, વોર્ડ પ્રમુખ પરેશભાઈ લીંબાસીયા, મહામંત્રી દીનેશભાઈ ડાંગર, કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, દિલીપભાઈ લુણાગરીયા, હાર્દિકભાઈ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે વિસ્તારની નાની બાળાઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના અગ્રણીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.



