ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવલી નવરાત્રી પર્વનું સમાપન થયુ છે ત્યારે શહેરીજનોને અધર્મ પર ધર્મનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ વિજયાદશમીની શુભેચ્છા પાઠવતા વિધાનસભા-68, ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે દશેરાના તહેવાર સાથે કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે, માં અંબાએ મહિષાસુરનો વધ કરવા માટે તેની સાથે નવ દિવસ યુધ્ધ ર્ક્યુ.દશમા દિવસે માતાજીએ મહિષાસુરનો વધ ર્ક્યો. તેની ખુશીમાં દર વર્ષે મીઠાઈ આરોગીને
- Advertisement -
દશેરાની ઉજવણી કરાય છે.આ દિવસે શ્રી રામચંદ્રએ લંકાના રાજા રાવણનો વધ કરી લંકા પર વિજય મેળવ્યો હતો તેની યાદમાં પણ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે. આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનો તહેવાર છે. આ દિવસે ક્ષ્ાત્રીયો શસ્ત્રપૂજન કરી મોટી સવારી કાઢી વિજયકૂચ કરતા હતા. દશેરાના દિવસે રાવણનું મોટુ પૂતળુ બનાવી તેને સળગાવવામાં આવે છે. દશેરાના પર્વ દસ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ-મોહ, મદ, અહંકાર, આત્સ્ય, હિંસા અને ચોરી જેવા અવગુણોનો ત્યાગ કરવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિ સદા વિરતા અને શોર્યની સમર્થક રહી છે. દશેરાનો ઉત્સવ પણ શક્તિના પ્રતિકના રૂપે ઉજવાય છે. શક્તિની ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રીની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાળી બની રહેવાની કામના કરે છે. દશેરાના દિવસથી જ દિવાળીના આગમનની છડી પોકારાઈ જાય છે. અને માનવ માત્ર દિવાળીની ઘર-દુકાનોમાં સાફ-સફાઈ, ખરીદી જેવી ઉજવણીની પૂર્વતૈયારીમાં લાગી જાય છે. ત્યારે કોઈપણ મનુષ્ય પૂર્ણ નથી હોતો. કોઈને કોઈ અવગુણ તો હોય જ છે, જેમાં કામ,ક્રોધ, અસત્ય, ઈષ્યાર્ર્, લોભ-લાલચ ત્યારે કોઈપણ આંતરિક દુષ્ટતાને દૂર કરવી એ સ્વ વિજય છે. ત્યારે વિજયાદશમીના પાવન પર્વના શુભ અવસર મનુષ્ય માત્રએ આંતરિક દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવવાનો દૃઢ સંકલ્પ કરીને જીવનપથ પર આગળ વધવાનો વિજયટંકાર કરવો જોઈએ.
એમ અંતમાં રાવણરૂપી આસુરી તત્વો પર રામરૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીના પર્વ વિજયાદશમીની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડએ જણાવેલ હતું.
વિજયાદશમીના પાવન પર્વના શુભ અવસરે મનુષ્ય માત્રએ આંતરિક દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવવાનો દૃઢ સંકલ્પ કરીને જીવનપથ પર આગળ વધવાનો વિજયટંકાર કરે : ઉદય કાનગડ
- Advertisement -