ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ચાલી રહેલા મહત્વના 2 ઓવરબ્રિજના કામોમાં નબળી ગુણવત્તાવાળી કામગીરી થઇ રહેલ હોવાની રજૂઆત સોમનાથના ધારાસભ્ય દ્વારા સંબંધિત વિભાગોને કરવામાં આવી હતી.જેના પગલે કોઈ ઉકેલ ન આવતા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અગ્ર સચિવ પંકજભાઈ જોશીને રૂબરૂ મળી બ્રિજના કામો અંગે રજૂઆત કરી હતી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
વેરાવળમાં ઓવરબ્રિજના કામની નબળી ગુણવતા અંગે રજૂઆત કરતા ધારાસભ્ય
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/0-5.gif)