38 લાખના ખર્ચે તૈયાર થશે નવું અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ
લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ શુભ મુહૂર્તમાં રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જિલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, ખીરસરા સરપંચ મુકેશભાઇ મકવાણા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ભક્તિ સ્વામી, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, રાજકોટ જિલ્લા યુવા ભાજપ જયેશભાઈ સાગઠીયા, મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, મોહનભાઈ ખુંટ, રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, મામલતદાર લોધીકા તાલુકા વિકાસ અધિકારી મેઘા ભગત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.