માણાવદરમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને જે ઘટતી સુવિધા બાબતે માહિતી મેળવી હતી.આ બાબતે માણાવદર સરકારી હોસ્પિટલના અધ્યક્ષ ડો. ભાર્ગવ ભાદરકાએ હોસ્પિટલના વિવિધ વિભાગો અંગેની માહિતી આપી હતી આ ઉપરાંત હોસ્પિટલમાં જે નિષ્ણાંત સર્જનની ખાલી જગ્યા અંગે પણ ચર્ચા કરી હતી. હાલમાં હોસ્પિટલમાં ગાયનેક સર્જન, બાળરોગ સર્જન, ઓર્થોપેડિક સર્જન, આંખના રોગના સર્જન જેવા નિષ્ણાંત તબીબો ની જગ્યા ખાલી છે ઉપરાંત એમ્બ્યુલન્સની પણ ખાસ જરૂર છે ત્યારે વિવિધ સુવિધાની માંગણી માટે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી અને આરોગ્ય કમિશનરને ફેક્સ દ્વારા જાણ પણ કરેલ છે.આ તકે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશ છૈયા અને તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા ધર્મેન્દ્રભાઈ બોરખતરીયા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માણાવદર સરકારી હોસ્પિટલમાં ઘટતી સુવિધા માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય લાડાણી

You Might Also Like
TAGGED:
FACILITIES, governmenthospital, HEALTHMINISTER, junagadh, MANAVADAR, MLALadani
Follow US
Find US on Social Medias