-લેનીનગ્રાદમાં તાપમાન માઈનસ 36
રશિયાનાં બીજા નંબરના સૌથી મોટા શહેર સેંટ પીટસબર્ગમાં હાડ થીજાવતી ઠંડીમાં 74 વર્ષનો રેકોર્ડ તૂટયો છે. તાપમાન માઈનસ 28 ડીગ્રી સુધી સરકી ગયુ હતું. છેલ્લા સાડા સાત દાયકાનું આ સૌથી નીચુ તાપમાન હોવાનું હવામાન વિજ્ઞાની એલેકઝાંડર કોલેસોવે જાહેર કર્યું હતું.
- Advertisement -
હવામાન નિષ્ણાંતનાં રીપોર્ટ પ્રમાણે 1950 માં લેનીનગ્રાદમાં તાપમાનનો પારો માઈનસ 25.1 ડીગ્રી નોંધાયો હતો. ત્યારપછી પ્રથમ વખત હવે પારો તેનાથી નીચે સરકયો છે.
સેંટ પીટસબર્ગમાં તાપમાન માઈનસ 25.3 ડીગ્રી હતું છતા શહેરનાં કેટલાંક દક્ષિણી-પૂર્વીય ભાગોમાં તેનાથી પણ નીચે ઉતરી ગયુ હતું અને માઈનસ 28 ડીગ્રી નોંધાયુ હતું.
લેનીનગ્રાદ ઓબ્લાસ્ટનાં ઉતર પૂર્વીય ભાગોમાં તાપમાન માઈનસ 36 ડીગ્રી નોંધાયુ હતું. કાતિલ ઠંડીને પગલે તમામ ભાગો થીજી ગયા અને સર્વત્ર બરફના થર જામ્યા હતા.