ગીર સોમનાથ અયોધ્યા ખાતે આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાનાર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરના સંદર્ભે દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોમાં તા.14 થી તા.22 જાન્યુ. સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેના ઉપક્રમે સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતાં. સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થતાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રામમંદિર પરિસર તેમજ પરિસરની અંદર રહેલી કૃષ્ણ ભગવાનની પ્રતિમાની સફાઈ કરી હતી. આ તકે તેમણે સંદેશ આપતા જણાવ્યું હતું કે,22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય ઉજવણી થવાની છે જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર યાત્રાધામ સ્થળોમાં સ્વચ્છતા અભિયાનની ઝૂંબેશ હાથ ધરી છે. હું ખૂબ નસીબદાર છું કે ભગવાન શ્રી સોમનાથના આંગણામાં આવી અને મને પ્રભુ શ્રીરામનાણ પરિસરની સફાઈ કરવાની તક મળી.
સોમનાથમાં શ્રી રામમંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

You Might Also Like
Follow US
Find US on Social Medias