ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની ખાનગી શાળા દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે માઈન્ડ પાવર સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ તકે રાજકોટના પ્રખ્યાત ટ્રેનર લલિતભાઈ ચંદેએ માર્ગદર્શન આપ્યું હતું. તેઓ વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપી હતી અને સુપર સ્ટુડન્ટ બનવા માટેની ટેકનિકસ આપી હતી અને પોતાનુ લક્ષ્ય કેવી રીતે હાંસલ કરી શકાય તેનુ માર્ગદર્શન આપ્યુ હતું. આ સેમીનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમા કુદરતે આપેલી આંતરિક શક્તિનો ખજાનો હોય છે પરતુ તેને ઢંઢોળવામાં આવે અને તેનું આયોજન કરવામાં આવે તો અદભુત પરિણામ મળી શકે છે. લલિતભાઈ ચંદે દ્વારા મેમરી પાવર ટેકનીક, સાયન્ટીફીક સ્ટડી ટેકનીક, ગોલ સેટીંગ, ટાઇમ મેનેજમેન્ટ, મેડીટેશન, એકાગ્રતા જેવા મુદાઓ મુદ્દાસર રજુઆત થઇ હતી તથા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી કઇ રીતે કરવી પરીક્ષાનો ડર, તનાવ અને સ્ટડી પ્લાનિગ જેવા મુદ્દાઓની વિશેષ રજુઆત કરી હતી અને મેમરી પાવર ટેકનીક આપી હતી અને પર લલિતભાઈ ચંદે દ્વારા રજુ કરવામાં આવેલ કાબીલેદાદ મોટીવેશન ક્લીપીંગથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા અને આગળ વધવાની ધગશ કેળવી હતી.