લીઓનેલ મેસી પોતાના દેશ આર્જેન્ટિના પહોંચ્યા છે. ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પોતાના ઘરે પરત ફરી છે. જ્યાં સ્વાગત કરવા માટે હજારો ફેન્સ રસ્તા પર આવી ગયા છે.
ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ આર્જેન્ટિનાની ટીમ પોતાના દેશ પરત પહોંચી છે. જ્યાં એરપોર્ટ પર હજારોની ભીડે પોતાના વર્લ્ડ ચેમ્પિયન ટીમનું સ્વાગત કર્યું. કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં ટીમે ફ્રાંસને ફાઈનલમાં 4-2થી મ્હાત આપી ઈતિહાસ રહ્યો હતો. આર્જેન્ટિનાએ 1986 બાદ પહેલી વખત કોઈ ફીફા વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે આ તેનો ત્રીજો વર્લ્ડ કપ છે. ખાસ વાત એ છે કે આ લિયોનેલ મેસીનો છેલ્લો વર્લ્ડ કપ હતો.
- Advertisement -
¡Una multitud recibió a los campeones en Ezeiza! No importa la hora, no importa nada con tal de ver a los héroes que trajeron la tercera para Argentina.
⭐⭐⭐🇦🇷 pic.twitter.com/ogTNJsGAAH
— ESPN Fútbol Argentina (@ESPNFutbolArg) December 20, 2022
- Advertisement -
મંગળવારે બ્યૂનસ આયર્સ પહોંચી ટીમ
મંગળવારની સવારે આર્જેન્ટિનાના ખેલાડી રાજધાની બ્યૂનસ આયર્સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વર્લ્ડ ચેમ્પિયનના સ્વાગત માટે તૈયાર હતા. કેપ્ટન લિયોનેલ મેસી હાથમાં ટ્રોફી લઈને ફ્લાઈટથી બહાર નિકળ્યા અને લોકોનું અભિવાદન કર્યું.
¡CUIDADO, CAMPEONES! Leandro Paredes perdió la gorra durante el viaje de la Selección hacia el predio de la AFA. 👀🧢 pic.twitter.com/qMhjoodOSa
— ESPN Fútbol Argentina (@ESPNFutbolArg) December 20, 2022
બસમાં બેસીને કર્યો રોડ શો
આર્જેન્ટિનાના ખેલાડીઓએ અહીં બસમાં બેસીને રોડ શોમાં ભાગ લીધો, ચારે બાજુ હજારોની સંખ્યામાં ફેન્સ બસને ઘેરીને ઉભા હતા અને ખેલાડી ટ્રોફીને જોતા સેલિબ્રેશન કરી રહ્યા હતા.
En minutos la Selección Argentina llega al país con la tercera. Miles de personas concentran en el Aeropuerto Internacional de Ezeiza para recibir a los campeones del mundo. pic.twitter.com/84sKCUUDTc
— INFORMANDO (@informando_rd7) December 20, 2022
ફાઈનલમાં શું થયું હતું?
આર્જેન્ટિનાની રાજધાની Buenos Airesના oBeliskમાં લાખોની સંખ્યામાં ફેન્સ સતત સેલિબ્રેશન કરી રહ્યા છે. આર્જેન્ટિનાએ જ્યારે ફાઈનલમાં ફ્રાંસને હરાવ્યું ત્યાર બાદ આ જશ્ન નોનસ્ટોપ ચાલું છે. આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશનને આ વાતની પુષ્ટિ કરી હતી વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પણ અહીં આવીને ફેન્સની સાથે સેલિબ્રેશનમાં સામેલ થશે.