ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
માઈક્રોસોફ્ટના સર્વરમાં શુક્રવારે સર્જાયેલી ખામીના કારણે વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્ર્કેલીના કારણે અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ફ્રાન્સથી લઈને ભારત, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અનેક ઉદ્યોગોમાં કામકાજ ખોરવાયું હતા અને જનતા મુશ્ર્કેલીમાં મુકાઈ હતી. માઈક્રોસોફ્ટના સર્વરમાં આવેલી ખામીનો 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી આ ખામી સંપૂર્ણ રીતે દૂર નથી થઈ. બીજી તરફ આ ખામીના કારણે વિશ્ર્વભરમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એકલા માઈક્રોસોફ્ટને જ લગભગ 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તો અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નુકસાન ખરબો રૂપિયાનું છે. અન્ય એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી બાદ થોડા જ કલાકોમાં 18 બિલિયન ડોલર (લગભગ 15 અબજ રૂપિયા)નું નુકસાન વેઠવું પડ્યું છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો. આ સમસ્યા દૂર થયા બાદ જ નુકસાનની તસવીર સ્પષ્ટ થઈ શકશે.
- Advertisement -
વિશ્ર્વભરમાં લગભગ 5000 ફ્લાઈટ્સ થઈ કેન્સલ
શુક્રવારે આવેલી આ ખામીના કારણે વિશ્ર્વભરના એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ્પ થઈ ગઈ હતી. લગભગ 5 હજાર ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ હતી. ભારતમાં 300થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. જેમાં એકલા ઈન્ડિગોની જ 250થી વધુ ફ્લાઈટ્સ સામેલ હતી. સ્પાઈસ જેટની એક પણ ફ્લાઈટ કેન્સલ નહોતી થઈ. એરલાઈન્સે આ અંગે એક્સ પર પોસ્ટ પણ કરી છે. તેમાં Zero cancellations લખ્યું છે. શનિવારે કોઈપણ એરલાઈન્સની ફ્લાઈટ કેન્સલ થવા અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ એરલાઈન્સ કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે, તમે એરપોર્ટ પર વધુ સમય લઈને આવો.
દુનિયાનું સૌથી મોટું IT સંકટ યથાવત: એરપોર્ટ પર ફેસ રીડિંગ સિસ્ટમમાં ખામી
શુક્રવારે માઇક્રોસોફ્ટના ક્રાઉડસ્ટ્રાઇક અપડેટને કારણે વિશ્ર્વભરની કફમ્પ્યુટર સિસ્ટમો પ્રભાવિત થયા પછી બિઝનેસ અને સેવાઓ ધીમે ધીમે શરૂ થઈ રહી છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે એરલાઇન સિસ્ટમ્સ સવારે 3 વાગ્યાથી તમામ એરપોર્ટ પર સામાન્ય રીતે કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે ફ્લાઇટ ઓપરેશન નોર્મલ છે.
- Advertisement -
ગઈકાલના વિક્ષેપોને કારણે થોડો બેકલોગ છે, જે ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે. અમને આશા છે કે બપોર સુધીમાં તમામ મુદ્દાઓ ઉકેલાઈ જશે. અમે અમારા એરપોર્ટ ઓપરેશન્સ પર સતત નજર રાખીએ છીએ અને મુસાફરીની જરૂરિયાતો અને રિફંડનું ધ્યાન રાખવામાં આવે એ સુનિશ્ર્ચિત કરવા એરલાઇન્સ સાથે કામ કરીએ છીએ. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. જોકે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત અન્ય એરપોર્ટ પરથી ફ્લાઈટને અસર થઈ હોવાના અહેવાલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ ડિજીયાત્રા એરપોર્ટ પર કામ કરી રહી નથી.
CrowdStrike“p CEOએ માફી માગી
એન્ટીવાઇરસ સોફ્ટવેર કંપની CrowdStrike“ના CEO જ્યોર્જ કુર્ટ્ઝે મુશ્કેલી બદલ માફી માગી છે. તેમણે કહ્યું હતું કે કંપનીએ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે, પરંતુ તમામ સિસ્ટમને સામાન્ય રીતે ચલાવવામાં થોડો સમય લાગી શકે છે. CrowdStrike તમામ સિસ્ટમ પુન:સ્થાપિત થાય એની ખાતરી કરવા માટે તમામ અસરગ્રસ્ત ગ્રાહકો અને ભાગીદારો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખે છે, તેમણે ડ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.