‘હું આપઘાત કરવા જાવ છું, મને શોધતા નહીં’ પિતાને ફોન કરી છાત્ર નીકળી ગયો
મહિલા પીએસઓએ વિડીયો કોલથી વાતોમાં ઉલઝાવી, ન્યારી ડેમથી બચાવી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલાં મેટોડા પોલીસ મથકના સ્ટાફની સૂજબૂજથી એક પરિવારનો લાડકવાયો દીકરી આજે બચી ગયો છે પોલીસ પ્રજાની મિત્ર છે એ ઉક્તિ આ કિસ્સામાં સાર્થક થઈ રહી છે ગત બપોરે 17 વર્ષિય યુવક ઘરેથી નીકળી ગયા હતો. જેની જાણ પોલીસને થતા કશું અજૂગતું થાય તે પહેલા પોલીસે લોકેશનના આધારે તરુણને સતત વીડિયો કોલમાં કાઉન્સિલિગ કરી ન્યારી ડેમએ આપધાત કરે તે પૂર્વે જ બચાવી લઈ પરિવારને સોંપ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મેટોડાની પાઠક સ્કુલ પાસે આવેલ ગ્લોરીયસ સોસાયટીમાં રહેતા માવજીભાઇ પાતરનો 17 વર્ષિય પુત્ર યજ્ઞેશ ઘરેથી નીકળી ગયો હતો પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરાઇ પરંતુ કિશોરની કોઈ ભાળ મળી ન હતી પિતાએ ફોન કરતા તેણે જણાવ્યું હતું કે પોતે આત્મહત્યા કરવા જાય છે. અને મને કોઇએ શોધવો નહી તેમ જણાવતા કિશોરના પિતા મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા તુરજ પી.એસ.ઓ. લક્ષ્મીબેનએ બનાવની ગંભીરતા પારખી કિશોરને ફોન તથા વિડીયો કોલમાં વાતોમાં ઉલજાવી, લાઇવ લોકેશન કઢાવી લોકેશન વાળી જગ્યાએ તાત્કાલીક હેડ કોન્સ્ટબલ મયુરસિંહ ઝાલા, કોન્સ્ટબલ સુભાષભાઇ લાવડીયા બંને પહોચી ગયા હતા ન્યારી ડેમમાં પડતુ મુકી પોતાનુ જીવન ટુંકાવવા જઇ રહેલ કિશોરને ન્યારી ડેમની પાળી ઉપરથી પકડી સુરક્ષીત જગ્યાએ લાવી ભવિષ્યમાં આવુ પગલુ ન ભરે તે માટે તેનુ જરૂરી કાઉન્સલીંગ કરી પિતાને સોંપેલ હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કિશોર ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતો હોય અને પરીક્ષામાં નાપાસ થશે તેની ચિંતામાં આ પગલું ભર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલ ઉમદા કર્યા માટે કિશોરના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.