સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યમાં બે દિવસથી મોટાભાગના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, ગત 24 કલાકમાં રાજ્ય 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વીજળી અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવન સાથે વરસાદ ખાબકી શકે છે.
આજે (22 જુલાઇ) ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવન ફૂંકાવાની સંભાવના છે.
આગામી ચાર દિવસ, એટલે કે દિવસ 23, 24, 25 અને 26 જુલાઇ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટીના પવનની શક્યતા યથાવત રહેશે.
ખાસ કરીને, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ આ પ્રકારે હવામાન જોવા મળશે.
પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
સાતમા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં 3.1 ઈંચ અને તલોદમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ,વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
- Advertisement -