આગામી 25મી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. આગામી 5 દિવસ દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધશે.
રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે. સવાર, સાંજ ઠંડીનો અહેવાસ થઈ રહ્યો છે. તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. જેથી હવે શિયાળ અગાઉ જ ફરી ચોમાસુ ત્રાટકે તેવી સ્થિતનું નિર્માણ થતું છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્રઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાનશાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.
- Advertisement -
જીરૂ,ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ!
હવામાન વિભાગના સતાવાર જાહેર થયેલ વિગત અનુસાર આગામી 25મી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. આગામી 5 દિવસ દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધશે. ઠંડીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવે અને અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી અસર દેખાઈ તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની બોર્ડર સાથેના ગામોમાં વાતાવરણ પલટાની અસર દેખાઇ શકે છે.
22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
- Advertisement -
વલસાડ,વાપી,ઉદવાડા,ધરમપુર અને સેલવાસના વાતાવરણમાં બદલાવ સાથે ક્યાક ક્યાક છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે. 24મી થી 26મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. જ્યારે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે.મજબૂત ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. હાલ આ આગાહીને લઈને ખેડૂતોની ચિંતા કરે છે. જીરૂ,ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.