સીસીઆઈની મંજૂરીથી હવે રિલાયન્સ દેશની સૌથી મોટી મીડિયા કંપની બની
ભારતના કોમ્પિટિશન કમિશને કહ્યું હતું કે તેને દેશની સૌથી મોટી મીડિયા કંપની બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની કંપનીના મીડિયા એકમોના મર્જરને મંજૂરી આપી દીધી છે.
- Advertisement -
પ્રતિસ્પર્ધા પંચે બંને પક્ષો દ્વારા પ્રસ્તાવિત કેટલાક સુધારાઓ સાથે રૂ. 70350 કરોડના આ વિલીનીકરણ કરારને મંજૂરી આપી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મીડિયા વાયકોમ 18 અને વોલ્ટ ડિઝનીની મીડિયા સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચેના વિલીનીકરણની જાહેરાત વર્ષની શરૂઆતમાં જ કરવામાં આવી હતી.
આ કરાર અમલમાં આવતા રિલાયન્સ દેશની સૌથી મોટી મીડિયા કંપની બની જશે. સીસીઆઇએ જણાવ્યું હતું કે તેને સ્વૈચ્છિક સુધારાના પાલનને આધીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાયકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડિજિટલ 18 મીડિયા લિમિટેડ, સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન્સ લિમિટેડના સૂચિત સંયોજનને મંજૂરી આપી છે.