વિટામિન D-3, B-12 અને પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં લેવાથી ઢીંચણના ઘસારાથી બચી શકાય છે
ટ્રોમા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોસ્કોપીક સર્જરી, ફેક્ટરીમાં થતી ઇજાઓ, હૃદયરોગ, બીપી, ડાયાબિટિસ, સ્ત્રી રોગ અને બાળકોમાં થતી બીમારીઓની તમામ પ્રકારની સારવાર મળશે મેટોડાની ઓમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
આજના યુગમાં વધતી જતી ભાગદોડ, અનિયમિત આહાર, લાઈફ સ્ટાઈલમાં ચેન્જીસના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ખાસ કરીને ગોઠણનો દુ:ખાવો, સાંધાના દુ:ખાવાથી મોટા પ્રમાણમાં લોકો પીડાતા હોય છે. જો કે ઓમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ખઇઇજ-ઉગઇ ઓર્થો. ( ચેન્નઈ) ડો. શૈલ પટેલનું કહેવું છે કે ગોઠણ કે સાંધાના દુ:ખાવાની કોઈ ઉંમર હોતી નથી, તે તમારી શરીરની રચના પર આધાર રાખે છે અને શરીરના નબળા સ્નાયુઓ પણ ગોઠણ અને સાંધાના દુ:ખાવાનું કારણ હોય છે.
રાજકોટના મેટોડા ખાતે આવેલી ઓમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે. જેવી કે ટ્રોમા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપીક સર્જરી, હૃદયરોગ, હાડકાંમાં ફ્રેકચર, હાથ-પગનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, વ્યંધ્યત્વને લગતા નિદાન, ગર્ભાશયની કોથળીનું દૂરબીનથી ઓપરેશન અને જનરલ સર્જરી સહિતની તમામ સારવાર દર્દીઓને આ એક જ હોસ્પિટલમાંથી મળી રહેશે. આ અંગે વધુ માહિતી આપતાં ડો. શૈલ પટેલે જણાવ્યું હતું કે ગોઠણના દુ:ખાવા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે ઘસારો પહોંચવો, ઉંમરના લીધે પણ ગોઠણનો દુ:ખાવો થતો હોય છે અને ઘસારા મુજબની જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવતી હોય છે. 35થી 40 વર્ષે સાંધા ના વા ની બીમારીઓમાં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરવી પડે છે. સાંધાના દુ:ખાવા એટલે કે ઘસારાના પણ જુદા જુદા પ્રકારો હોય છે. જો ઘૂંટણના સાંધાના ઘસારા ની સારવાર તફિંલય પ્રમાણે હોય છે. શરૂઆતના ઘસારા માં કસરત અને દવાઓ થી દુખાવો દૂર થાય છે. જ્યારે ઘસારો ના બીજા અને ત્રીજા તફિંલય માં સાંધાના અલાઈમેન્ટની સર્જરી કરવી પડે અને અંતિમ તફિંલય માં ગોઠણનો દુ:ખાવો હોય તો ટોટલ ની રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવે છે. ગોઠણના દુ:ખાવામાં પણ અંદર-બહાર અને ઢાંકણીનો ઘસારો હોય છે જેને ટ્રાય કમાન્ટમેન્ટલ ઓસ્ટીઓ આર્થરાઈટીસ કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં 55થી 65 વર્ષ અને પુરૂષમાં 60થી 70 તેમજ ઉંમરના કારણે ઢીંચણનો દુ:ખાવો થતો હોય છે.
વધુમાં સ્ત્રીઓમાં ઢાંકણીમાં વહેલો ઘસારો આવવાનું કારણ છે મેનોપોઝ. જો વિટામીન ઉ-3, ઇ-12 અને અન્ય પોષકતત્વો પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો ઘસારામાં ફાયદો થતો હોય છે. જે લીલા શાકભાજી, સીઝનલ ફળો માં, દૂધ , દહીં માં થી મળી રહે છે. આ ઉપરાંત કસરત કરવી જેવી કે ‘આઈસોમેટ્રીક એક્સરસાઇઝ ઓફ-ની’ અને ‘આઈસોનોટીક એક્સ ઓફ-ની’ એમ બે પ્રકારની કસરત કરવાથી ઢીંચણના અને સાંધાના દુ:ખાવા થતાં અટકાવી શકાય છે. ‘ખાસ-ખબર’ની વાતચીત દરમિયાન વધુમાં ડો. શૈલ પટેલે જણાવ્યું હતું કે થાપાના ગોળાના કેસ વધુ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને કોરોના પછી આ કેસ વધુ જોવા મળી રહ્યા છે. જેમાં ‘એ.વી.એન. હીપ’ કે જેમાં ટોટલ હીપ રિપ્લેસમેન્ટ સર્જરી કરવી પડતી હોય છે.
સ્પોર્ટ્સ રિલેટેડ ઈન્જરી. ઉદાહરણ તરીકે ગાદી ફાટી જવી, લીગામેન્ટ તૂટી જવા જેમાં કી-હોલ સર્જરી એટલે કે કોઈ પણ કાપકૂપ વગર દૂરબીનથી થતી સર્જરી કરવાની હોય છે જે વધુ પેઈનફૂલ હોતી નથી.
- Advertisement -
શરીરના તમામ પ્રકારના દુ:ખાવાથી બચવા શું કરવું અને શું નહીં?
વધુ પડતું ટ્રેડમીલ ન કરવું. ટ્રેડમીલની જગ્યાએ ગાર્ડન હોય અથવા પોચી જમીનવાળી જગ્યાઓ પર રનીંગ કરવું વધુ હિતાવહ છે. ટ્રેડમીલ પર રનીંગ કરવાથી કમર અને ઢીંચણમાં થડકો પડે છે જેના કારણે દુ:ખાવો થવાની સમસ્યા લાંબા ગાળે સર્જાય છે.
સ્પોર્ટ્સ હોય કે ઈન્ડસ્ટ્રીઝ ડેઈલી ટ્રેનીંગ કરો.
કસરત કરતાં પહેલા વોર્મઅપ અને પછી સ્ટ્રેચીંગ જરૂરી છે.
વિટામીન ઉ-3, ઇ-12 તેમજ પોષકતત્ત્વો વધુ પ્રમાણમાં લેવાથી તમામ પ્રકારના દુ:ખાવા થતાં અટકાવી શકાય છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે.
નિયમિત કસરત, યોગાસન અને ચાલવાનું રાખવું.
છેલ્લાં 8 વર્ષમાં 10,000થી વધુ સર્જરી કરતાં ડો. શૈલ પટેલ
ઓમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ખઇઇજ-ઉગઇ ઓર્થો. ડો. શૈલ પટેલ તમામ પ્રકારની સર્જરી કરવા જાણીતા છે. ડો. શૈલ પટેલે છેલ્લાં 8 વર્ષમાં 10,000થી વધુ સર્જરી કરી દર્દીઓને નવજીવન આપ્યું છે. ડો. શૈલ પટેલે સૌથી વધુ ટ્રોમા સર્જરી કરી છે. આ ઉપરાંત ‘ની રિપ્લેસમેન્ટ’, ‘હીપ રિપ્લેસમેન્ટ’, હાડકાંના અલાયમેન્ટની સર્જરી ‘ની આર્થરોસ્કોપી’ અને ઘુંટણની તમામ પ્રકારની સફળ સર્જરી કરી છે.