સતલાસણાના ગોરિયાપુરમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન અને ચોકલેટ ખાતા તબિયત લથડી; વડનગર સિવિલમાં તાકીદે સારવાર શરૂ
ખાસ-ખબર ન્યૂઝ મહેસાણા
- Advertisement -
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામે આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી બાદ મોટી હોનારત સર્જાઈ હતી. હોસ્ટેલમાં રાત્રિનું ભોજન અને ચોકલેટ લીધા બાદ આશરે 20 થી 22 જેટલી વિદ્યાર્થિનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓને સતત ઉધરસ, ઊલટી અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઉઠતા પાંચ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક વિદ્યાર્થિની હજુ પણ ઈંઈઞમાં હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ જણાતા 5 બાળકીઓને તાત્કાલિક ઈંઈઞમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 4 બાળકોની તબિયતમાં સુધારો થતા તેમને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે, જ્યારે એક બાળકી હજુ પણ ઓક્સિજનની તકલીફને કારણે ઈંઈઞમાં સારવાર હેઠળ છે. જિલ્લા પંચાયતના સદસ્ય કુલદીપ સિંહ ચૌહાણે જણાવ્યું કે, અસહ્ય ખાંસીને કારણે કેટલીક વિદ્યાર્થિનીઓનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. ઉજવણીના આનંદ વચ્ચે સર્જાઈ દુર્ઘટના હોસ્ટેલની વિદ્યાર્થિની પ્રિંકલબેને જણાવ્યું કે, સાંજે ક્રિસમસનું ડેકોરેશન કર્યા બાદ તેઓએ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ શિક્ષકોએ ચોકલેટ આપી હતી, જે ખાધાના થોડા સમય બાદ એકપછી એક વિદ્યાર્થિનીઓને ઉધરસ અને ઊલટીઓ થવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા શાળાના શિક્ષકોએ રિક્ષા અને એમ્બ્યુલન્સ મગાવી બાળકીઓને દવાખાને પહોંચાડી હતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્ટેલના ખોરાક અને ચોકલેટના સેમ્પલ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે.



