રાજકોટ તા. ૬, ઓગષ્ટ – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મેઘાણી રચિત લોકગીત અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારી કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંયુક્ત રીતે કરેલ છે.
આ સ્પર્ધામાં જુદા-જુદા બે વય જૂથ પ્રમાણે રાજકોટ જિલ્લાના કલાકારો ભાગ લઇ શકશે. જેમાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરના ઓપન યુથમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધાની વીડિયો ક્લિપ તૈયાર કરી તારીખ ૧૮-૮-૨૧ બપોરે ૧૨ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ ખાતે મોકલી આપવાનું રહેશે.
- Advertisement -
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા ૧૦૦૦, દ્વિતીય વિજેતાને રૂપિયા ૭૫૦, તૃતીય ઇનામ વિજેતાને રૂપિયા ૫૦૦ ઇનામ આપવામાં આવશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂપિયા ૨૫૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦ તેમજ તૃતીય વિજેતાને રૂપિયા ૧૦૦૦૦ એમ ત્રણ ઇનામો આપવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી રાજકોટ ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે