છેલ્લા 3’દિથી સતત ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું
દેશના અનેક વિસ્તારોમાં ભાદરવો તપી રહ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી યુપીની રાજધાની લખનૌ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ધોધમાર વરસાદના 24 કલાકમાં 17 લોકોના જીવન ગયા છે.
- Advertisement -
ભારે વરસાદના કારણે આજે મંગળવારે લખીમપુર અને બારાબંકીમાં પ્રાઈમરીથી માંડીને ધો.12 સુધીની બધી સ્કૂલો બંધ રહેશે. યુપીમાં ભારે વરસાદની સાથે સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ ઘટના બની હોય જેનાથી ઘર અને જાનમાલને નુકશાન પણ થયું છે. ખેતરમાં પાણી ભરાવાથી ખેતીના પાકોને નુકશાન થયું છે.
રવિવારની રાતથી માંડીને સોમવારે મોડી રાત સુધીમાં 17 લોકોના મોત થયાની માહિતી છે. ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી માંગી આદિત્યનાથે સંબંધિત જીલ્લાના અધિકારીઓને પૂરી તત્પરતાથી રાહત કાર્ય સંચાલીત કરવાનો નિર્દેશ આપ્યો છે. બીજી બાજુ 16 સપ્ટેમ્બર સુધી ઉત્તરપ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.