50,000 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ, 12 JCB અને 200થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જામનગર મહાનગરપાલિકાએ રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે મોટું ડિમોલિશન અભિયાન હાથ ધર્યું હતું. કાલાવડ નાકાથી નાગેશ્ર્વર વિસ્તાર સુધીના નદી પટમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્રણ અલગ વિસ્તારોમાં કુલ 117 જેટલા મકાનો અને દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. પ્રથમ વિસ્તારમાં 47 મકાનો, બીજા વિસ્તારમાં 16 દુકાનો સહિત 46 બાંધકામો, અને ત્રીજા વિસ્તારમાં 23 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી. ડિમોલિશન માટે 12 JCBમશીન, 3 હિટાચી મશીન અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. 200થી વધુ કર્મચારીઓની ટીમ કામે લગાડવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા સિટી એ.ડિવિઝનના ઙઈં એન.એ.ચાવડાની આગેવાની હેઠળ મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મહિલા પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. આ દબાણકર્તાઓને અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી અને જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહી દ્વારા અંદાજે 50,000 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.