કોલકાતા કોલેજ ગેંગરેપ કેસ
મિત્ર જ મિત્રનો રેપ કરે તો શું કરીએ?: TMC સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદનથી વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કોલકાતાની લો કોલેજમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ છે. ટાઉન પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાના શરીર પર બળજબરી કરવી, બચકાં ભરવાં અને નખથી ઉઝરડાનાં નિશાન છે. તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાની પણ પુષ્ટિ થઈ છે. શુક્રવારે કોર્ટે ગેંગરેપ કેસના ત્રણેય આરોપીને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યા છે. પોલીસે 26 જૂને બે આરોપીની અને શુક્રવારે સવારે ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. આ તરફ ઝખઈ સાંસદ કલ્યાણ બેનર્જીએ આ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બેનર્જીએ કહ્યું, જ્યારે કોઈ મિત્ર જ તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરીએ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ થયો છે.
આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં બની હતી. આરોપીઓ મનોજીત મિશ્રા (31), ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જી (20) છે. મનોજીત મુખ્ય આરોપી છે અને કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે, જ્યારે ઝૈબ અને પ્રમિત કોલેજના વિદ્યાર્થીઓ છે.
એક આરોપી તૃણમૂલ સાથે સંકળાયેલો છે: ભાજપનો આક્ષેપ
ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક બંગાળી સમાચાર અહેવાલ શેર કર્યો અને લખ્યું, “આઘાતજનક ઘટના! કોલેજ કેમ્પસમાં કાયદાની એક મહિલા વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયો હતો, આરોપીઓમાં એક પૂર્વ વિદ્યાર્થી અને બે કોલેજ સ્ટાફનો સમાવેશ થાય છે.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિ પણ સામેલ છે. બીજી તરફ, ટીએમસી સ્ટુડન્ટ વિંગના વડા ત્રિંકુર ભટ્ટાચાર્યએ કહ્યું- અમે ક્યારેય કહ્યું નથી કે મનોજીત મિશ્રા ટીએમસી સ્ટુડન્ટ વિંગ સાથે સંકળાયેલો નથી, પરંતુ તે જુનિયર સભ્ય હતો. કોલેજમાં ટીએમસી સ્ટુડન્ટ વિંગની કોઈ એક્ટિવ ટીમ નથી.
- Advertisement -
મારી સાથે 3.30 કલાક સુધી રેપ અને મારપીટ કરી: પીડિતાની વેદના
પોલીસે જણાવ્યું હતું કે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ 25 જૂનના રોજ સાંજે 7.30થી 10.50 વાગ્યા સુધી તેની સાથે રેપ કર્યો હતો. તેમણે તેની સાથે મારપીટ પણ કરી હતી. આ દરમિયાન તે યોગ્ય રીતે શ્ર્વાસ પણ લઈ શકતી ન હતી અને તેણે આરોપીને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવા વિનંતી કરી, પરંતુ આરોપીએ તેનું સાંભળ્યું નહીં. પછી તેને યુનિયન રૂમમાં પૂરી દેવામાં આવી. બાદમાં તેણે એક ઇન્હેલર માગ્યું, જે તેઓ મેડિકલ સ્ટોરમાંથી લાવ્યા. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું- મનોજીતે મને લગ્નની ઓફર કરી હતી, પરંતુ મેં તેને કહ્યું હતું કે મારો પહેલેથી જ એક બોયફ્રેન્ડ છે. મેં તેને કહ્યું હતું કે હું ફક્ત તેને જ પ્રેમ કરું છું. આરોપીઓએ બળાત્કારનો વીડિયો પણ બનાવ્યો. તેમણે તેને હોકી સ્ટિકથી મારવાનો પણ પ્રયાસ કર્યો. મને છોડતી વખતે તેમણે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી.