રાજકોટ, તા.૨૮, જુલાઇ:- નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની એમ.બી.સરકારી આઈ.ટી.આઈ.–ગોંડલ ખાતે તા.૩૦/૭/૨૦૨૧ ના રોજ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળામાં રાજકોટ જિલ્લાનાં ખાનગી ક્ષેત્રનાં વિવિધ ઓદ્યોગિક એકમો ઉપસ્થિત રહી એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઈચ્છતા યુવાનોને લાયકાત મુજબ ભરતી કરવાની કાર્યવાહી કરશે.
આ એપ્રેન્ટીસ / રોજગાર ભરતી મેળામાં રાજકોટ જીલ્લાના અને આજુબાજુના વિસ્તારના ખાનગી ક્ષેત્રે એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઈચ્છતા આઈ.ટી.આઈ ના વિવિધ ટ્રેડ જેવા કે ઈલેક્ટ્રીશયન, ફિટર, મશીનિસ્ટ, ટર્નર, વેલ્ડર, વાયરમેન, કોપા, એ.ઓ.સી.પી, એલ.એ.સી.પી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝના ફોટા અને જરૂરી બાયોડેટા સાથે તા.૩૦ જુલાઇના રોજ એમ.બી.સરકારી આઈ.ટી.આઈ. ગોંડલ ખાતે સવારે ૯.૩૦ કલાકે ઉપસ્થિત રહેવા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.