પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, સાહેબ તમે બંગાળ આવવાના હતા પણ આ શોકની ઘડીમાં તમે વર્ચ્યુઅલી જોડાયા, તમે આત્મીયતા સાથે અહીં જોડાયા છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું હતું. ગાંધીનગરમાં હીરાબા મોદીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ઈશ્વર તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે, ઈશ્વર તમને આશીર્વાદ આપે કે તમારા કર્મો દ્વારા તમે તમારા માતાને સતત પ્રેમ કરતાં રહો.
- Advertisement -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, સાહેબ તમે બંગાળ આવવાના હતા પણ આ શોકની ઘડીમાં તમે વર્ચ્યુઅલી જોડાયા, તમે આત્મીયતા સાથે અહીં જોડાયા છો. મમતા બેનર્જીએ કહ્યું કે, સાહેબ હું આગ્રહ કરું છું કે, આજનો કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવે અને પ્લીઝ થોડો આરામ કરો કારણ કે હમણાં જ તમે અંતિમ સંસ્કાર કરીને આવ્યા છો.
#WATCH | Kolkata: On behalf of the people of West Bengal, I thank you so much for giving us this opportunity. It's a sad day for you. Your mother means our mother also. May god give you the strength to continue your work, please take some rest: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/WVfMkiLDXf
— ANI (@ANI) December 30, 2022
- Advertisement -
મમતા બેનર્જીએ પોતાની માતાને પણ કર્યા યાદ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત આગળ કહ્યું કે, તમારા પરિવારને કઈ રીતે સાંત્વના આપું એ સમજાતું નથી, કારણ કે માતા જેવુ કોઈ નહીં. આ સાથે કહ્યું કે, તમારા માતા એ અમારા પણ માતા અને આજે હું મારી માને યાદ કરું છું.
Condolences to PM @narendramodi Ji on the passing away of his mother, Heeraben Modi. I pray that her soul rests in peace.
In this hour of grief, I hope that he and his family members find strength.
— Mamata Banerjee (@MamataOfficial) December 30, 2022
મમતા બેનર્જીએ હીરાબાના નિધન પર ટ્વિટ કરી શું કહ્યું ?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, ‘માતા હીરાબેન મોદીના નિધન પર પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે સંવેદના. તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. તેમને અને તેમના પરિવારના સભ્યોને આ દુઃખની ઘડીમાં શક્તિ મળે.