રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આણંદપર-નવાગામમાં આવેલી શાળામાં આયોજન
આણંદપરના સરપંચ, પંચાયત સભ્યો, MMC અધ્યક્ષ તથા સભ્યોએ પ્રદર્શન નિહાળ્યું : વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તાલુકાના કુવાડવા રોડ પર આણંદપર-નવાગામ ખાતે આવેલી શાળા ઙખ શ્રી આણંદપર-નવાગામ શાળા નં. 2માં તા. 20-3-2025ને ગુરૂવારના દિવસે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2025 યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આણંદપર ગામના સરપંચ તથા પંચાયત સભ્યો, એસ.એમ.સી. અધ્યક્ષ તથા સભ્યો, તાલુકા શાળાના આચાર્ય, સી.આર.સી. તથા કલાસ્ટરમાં આવેલી અન્ય શાળાના આચાર્યો અને શિક્ષકગણ, મહાવીર હાઈસ્કૂલના સર્વે સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ, જસદણ તાલુકાના શિવરાજપુર ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, લાખાપર તાલુકા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને ગામના વાલીગણ બહોળી સંખ્યામાં આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા માટે આવ્યા હતા.
આ પ્રદર્શનમાંPM SHRI શ્રી આણંદપર-નવાગામ શાળા નં. 2ના ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિત વિષયની જુદી જુદી 45 કૃતિઓ રજૂ કરેલ હતી. બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને કૃતિ જોનાર વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક કૃતિ નિહાળતા હતા અને ઉત્સાહપૂર્વક કૃતિ વિષયક નવીન પ્રશ્ર્નો પૂછતા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોએ બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આમ આ સમગ્ર કાર્યક્રણ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક રીતે ઉજવાયો હતો.



