માસ્ટર કેમ્પ દ્વારા રાજકોટમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોને 2 વર્ષથી ફ્રી ક્રિકેટ કોચિંગ આપવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
માસ્ટર કેમ્પ દ્વારા રાજકોટમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકોને 2 વર્ષથી ફ્રી ક્રિકેટ કોચિંગ આપવામાં આવે છે. 16-03-2025ના રોજ માસ્ટર કેમ્પનો સ્થાપના દિવસ નિમિતે ટુર્નામેન્ટનો અનુભવ મળે એ અર્થે કેમ્પના ખેલાડીઓ વચ્ચે માસ્ટર કપ 7 ટુર્નામેન્ટ ટેનીસ બોલ આયોજન રવિવાર (16 માર્ચ), શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નિકુંજભાઈ નિમાવત (મહારાજ) એ કર્યું હતું. જેમાં હર્ષ, દેવાંશ, હરિભાઈ, પીયુષભાઈ, જયદીપભાઈ, હાર્દિકભાઈ, હાર્દિક ડોડીયા રાજા, હિતુ ચાવડા , ચિંતનભાઈ, મયુર અને અન્ય માસ્ટર કેમ્પના ભાઈઓએ મદદરૂપ જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો માસ્ટર લાયન (કેપ્ટન તેજ જોશી), માસ્ટર ઈગલ (કેપ્ટન મયુર જવલકર) માસ્ટર ટાઇગર (કેપ્ટન પ્રતિક ઠક્કર), માસ્ટર ચિતા (કેપ્ટન અજય ચૌહાણ), માસ્ટર પેન્થર (કેપ્ટન દિગ્વિજયસિંહ ઝાલા) જેમાંથી માસ્ટર ઈગલ ટીમ ( કેપ્ટન મયુર જવલકર) ચેમ્પિયન રહેલ, અને માસ્ટર ચિતા ટીમ (કેપ્ટન અજય ચૌહાણ) રનર્સ અપ રહી. માસ્ટર ઓફ બેટિંગ માં દેવાંશ દવે, માસ્ટર ઓફ બોલિંગ માં નિરવ દેવમુરારી અને માસ્ટર ઓફ ફિલ્ડીંગ માં જીત ગોરવાડિયાને પુરષ્કાર અપાયા, તેમજ માસ્ટર ઓફ મેચ 6 પ્લેયર નિરવ દેવમુરારી, મયુરસિંહ ચુડાસમા, દેવાંશ દવે, જીત ગોરવાડિયા, હાર્દિક મર્થક, સ્મિત દવેને મેડલ દ્વારા સન્માનિત, ટુર્નામેન્ટમાં કેમ્પના સ્થાપના દિવસ નિમિતે કેપ્ટનો દ્વારા કેક કટિંગ કરી ભોજન વ્યવસ્થા કરી કેમ્પના ભાઈઓ તેમજ ગ્રાઉન્ડની બાજુમાં રહેતા મજદૂર પરિવારોમાં પણ ભોજન પહોચાડવામાં આવ્યું હતું.