સોના તથા હિરાની આયાત – નિકાસ માટે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલનુું સર્ટીફીકેટ જરૂરી પણ કુલ 1.75 લાખ વેપારીઓમાંથી ફક્ત 9500 જ આ સંસ્થા સાથે જોડાયેલા
વિશ્વના પ્રથમ નંબરના સોનાના આયાતકાર અને બીજા નંબરના વપરાશકાર દેશમાં મની લોન્ડ્રીંગ માટે આ ક્ષેત્રમાં પુરતી તક હોવાનો દાવો
- Advertisement -
વિશ્વમાં સોનાના વપરાશકાર દેશોમાં ભારત ટોચના સ્થાને છે અને દર વર્ષે સેંકડો ટન સોનુ ભારત આયાત કરે છે. તો બીજી તરફ રીયલ એસ્ટેટ બાદ મની લોન્ડ્રીંગ અને કાળા નાણાંના રોકાણ માટે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ આગળ છે. હાલમાં જ પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય વોચ ડોગ સંસ્થા ધ ફાઇનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સના એક રીપોર્ટમાં જણાવાયું છે કે, ભારતમાં સોના અને હિરા ક્ષેત્રમાં મોટા પાયે મની લોન્ડ્રીંગની પ્રવૃત્તિ ચાલે છે.
આ સંસ્થાએ ગુરુવારે જાહેર કરેલા એક રીપોર્ટમાં જણાવ્યું છે કે ભારત આ કિંમતી ધાતુ અને ડાયમંડના અંદાજે 1.75 લાખ ડીલર તેમજ વ્યાપારીઓ છે પરંતુ ભારતની આ ક્ષેત્રની મધ્યસ્થ સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલમાં ફકત 9500 સભ્યો નોંધાયા છે અને ભારતમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની આયાત નિકાસમાં આ કાઉન્સીલમાં રેઇસેસન ફરજીયાત છે.
પરંતુ હાલમાં જ મની લોન્ડ્રીંગ સંબંધી અને ખાસ કરીને દાણચોરીથી કિંમતી ધાતુ ભારતમાં ઘુસાણવા અંગેના ચોંકાવનારા અહેવાલ છે. સંસ્થાએ આ ઉપરાંત માનવ તસ્કરી અંગે તેનો અહેવાલ આપ્યો છે અને જણાવ્યું છે કે ભારતમાં જે રીતે સોના અને ડાયમંડનું વિશાળ બજાર છે તેમાં આ પ્રકારની મની લોન્ડ્રીંગ પ્રવૃત્તિને પુરતી તક છે.
- Advertisement -
અબજોની રકમના વ્યવહારો કોઇ આખરી કડી પકડી શકાય નહીં તે રીતે થઇ રહ્યા છે અને તેનો ઉપયોગ ત્રાસવાદી ફંડીંગમાં થતો હોય તેવી શક્યતા નકારાતી નથી. આ સંસ્થાએ જાહેર કર્યું છે કે ભારતે તે ક્ષેત્રે વધુ સક્ષમ કામ કરવાની જરુર છે. ભારત હાલ વિશ્વમાં સુવર્ણના વપરાશમાં બીજા નંબરે છે અને આયાતમાં પ્રથમ ક્રમે છે અને હિરા તેમજ કિંમત પથ્થરોના પોલીસીંગનું એક મોટો ઉદ્યોેગ છે અને આ તમામ ભારતીય જીડીપીમાં 7 ટકા જેટલો ફાળો આપે છે.