ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
ભારતીય રેલ્વેને ભારતની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલ્વે મારફતે દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે દરરોજ હજારો ટ્રેનો ચલાવવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનોના સંચાલનને કારણે સુરક્ષાના મામલે ભારતીય રેલવેની જવાબદારી પણ વધી જાય છે. ભારતીય રેલ્વે દરરોજ અમુક રૂટ પર જાળવણી કાર્ય કરે છે. જેના કારણે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જેથી ભવિષ્યમાં ટ્રેન અકસ્માતો અટકાવી શકાય. હાલમાં રેલવે દ્વારા યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જો તમે પણ આ ટ્રેનોમાં જવાનું વિચારી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે.
- Advertisement -
સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં ઉઋઈઈઈંકના સાણંદ (દક્ષિણ) સ્ટેશન થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.



