ઈ-મેમો અને ટ્રાફિક સમસ્યા અંગે વહેલી તકે નિરાકરણ લાવીશું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આજે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કટોકટીના કાળા દિવસોને યાદ કરીને કોંગ્રેસને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના અનેક નેતાઓ અને તેમના પરિવારજનોને જેલમાં નાખવામાં આવ્યા હતા. 1971માં લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ સરકારે બહુમતી મેળવી હતી ને કેન્દ્રમાં સરકાર બનાવેલ હતી. તેવા સમયે ઈન્દિરા ગાંધીના પ્રતિસ્પર્ધી રાજનારાયણે કોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરીને ઈન્દિરા ગાંધીએ સરકારનો દુરૂપયોગ કરીને નાણાના વધુ સાધનોનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાના આક્ષેપ કર્યો હતો અને તે રીટ પીટીશનમાં હાઈકોર્ટના ન્યાયાધીશ જગમોહન લાલસિંહાએ ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરતો અને રાજ નારાયણને વિજેતા જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.. આ ચુકાદાને અવગણના કરીને એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને તા.25 જૂનની રાત્રે પોતાની સતા બચાવવા માટે દેશમાં કટોકટી દાખલ કરી અને વિરોધ પાર્ટીના લોકોને કોઈપણ વાંક કે ગુના વગર જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.