સેવાકીય કાર્ય સાથે યોગેશભાઈ પુજારાના 63માં જન્મદિવસની ઉજવણી કરાઈ
કેમ્પમાં એકત્રિત રક્તને જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
પુજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશભાઈ પુજારાના આજે 63માં જન્મદિવસે મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સરદારનગર મેઈન રોડ પર આવેલા પુજારા ટેલિકોમમાં યોજાયેલા આ મહાબ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતા ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કરી પુજારા ટેલિકોમ દ્વારા યોજવામાં આવેલા સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતા. કેમ્પમાં એકત્રિત રક્તને જરૂૂરિયાતમંદ દર્દીને આપવામાં આવશે. યોગેશ પુજારા બિઝનેસની સાથે સામાજિક કાર્યમાં પણ હંમેશા અગ્રેસર રહીને સમાજમાં પોતાનું યોગદાન પૂરું પાડે છે. યોગેશ પુજારા દર વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણીની જગ્યાએ કોઈ સામાજિક કે સેવાકીય કાર્ય કરે છે.



