કેરીના રસના શોખીનો ચેતી જ્જો…
26 ફૂડ બિઝનેસ ઓપરેટરો ને ત્યાં ચકાસણી હાથ ધરી નોટિસ ફટકારતી મનપાની ટીમ
પટેલ જમાવટ પાઉંભાજી અને મોમ્સ ફેન્સી ઢોંસામાંથી વાસી સંભાર મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના સાધુવાસવાણી વિસ્તારમાં આવેલા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી . જેમાં કુલ 26 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં તેમજ ચકાસણી દરમ્યાન 03 સલ એક્સપાયરી થયેલ વાસી ખાધ્ય ચીજનો નાશ તથા 12 પેઢીને લાયસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલા પટેલ જમાવટ પાઉંભાજીને ત્યાં વાસી સંભારાનો નાશ તથા -સ્ટોરેજ બાબતે નોટિસ તથા મોમ્સ ફેન્સી ઢોસા -1 સલ વાસી પાસ્તા અને ચીઝનો નાશ કરેલ તથા સ્ટોરેજ બાબતે, બાલાજી પાન -લાઇસન્સ બાબતે નોટિસ, મોમાઇ પાન, સત્યમ કોલ્ડ્રિંક્સ, શ્યામ કોલ્ડ્રિંક્સ, પટેલ પાન કોલ્ડ્રિંક્સ , પ્રાઇમ ટ્રેડિંગ , પી. પટેલ સેલ્સ એજન્સી, જય ગાત્રાળ ડિલક્સ પાન, નીલ પટેલ પાન કોલ્ડ્રિંક્સ, નેચરલ ડ્રાયફ્રૂટ ચોકલેટ સહિતનાઓને -લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત ટી પોસ્ટ ચંદન સુપર માર્કેટ, ઝૂલેલાલ પાન, ગૌતમ સ્વીટ, અતુલ આઇસક્રીમ, ઉમાવંશી પાન કોલ્ડ્રિંક્સ, રંગોલી આઇસક્રીમ, બીયર બાઇટ્સ, ઓમ સુપર માર્કેટ, પંચેશ્વર મેડિકલ સ્ટોર, બાલાજી ડ્રાયફ્રૂટ મસાલા, ગંગોત્રી ડેરી ફાર્મ, છાસવાલા, બાલાજી મેડિકલ સ્ટોર ની સ્થળ પર ચકાસણી કરી હતી.
સહજાનંદ ડેરી ફાર્મમાં વાસી 1.5 સલ ડ્રાઈફ્રૂટ શિખંડ, 03 સલ આઇસકેન્ડી, 1 સલ એક્સપાયરી ખજૂરનો નાશ, રાધિકા ડેરી ફાર્મ – 21 પેક (8.5 લી.) એક્સપાયરી પેક્ડ છાસ તથા 1.5 સલ આઇસકેન્ડી,એવરેસ્ટ સોડા, રાધેક્રિશ્ના ડેરી ફાર્મ,રાધિકા ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી તથા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રેલનગર – પોપટપરા વિસ્તારમાં આવેલા શિવાંશી સુપર માર્કેટ સહિતના 20જેટલા વેપારીઓ ને નોટિસ અને અજંતા અમેરિકન ડ્રાયફ્રૂટ આઇસક્રીમ(700 ખક પેક) તથાકેરીનો રસ ,જય ગોકુલ રસ ભંડારને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વાસી જથ્થ નો નાશ કરવામાં આવ્યો હતો