ખાસ-ખબર સંવાદદાતા
’આદિપુરુષ’ ફિલ્મના ડાયલોગ અને કલાકારોના લુકની આકરી ટીકા થઈ હતી. હનુમાન દ્વારા બોલાયેલ ડાયલોગ ટ્વીટર પર વાયરલ થયો જેમાં ભાષાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ફિલ્મના ડાયલોગ મનોજ મુંતશિરે લખ્યા છે. તેમને ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ સાથે ડાયરેક્ટર ઓમ રાઉત પર પણ નિશાન પર આવ્યા હતા. હવે મનોજે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.
હનુમાનના જે ડાયલોગના કારણે વિવાદ થયો છે તે મુદ્દે મનોજનું કહેવુ છે કે તેને જાણી જોઈને આ રીતે રાખવામાં આવ્યો છે જેથી આજના લોકો તેની સાથે કનેક્ટ થઈ શકે. આ વાત સામાન્ય ભાષામાં કહેવામાં આવી છે. વિવાદો બાદ મનોજે એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ.
- Advertisement -
આ દરમિયાન તેમણે કહ્યું કે ’માત્ર હનુમાનજીની જ કેમ વાતો થઈ રહી છે? ભગવાન શ્રીરામના ડાયલોગની પણ વાતો થવી જોઈએ. માતા સીતાના સંવાદ છે જ્યાં તેઓ પડકાર ફેંકે છે તેના વિશે વાત કરવી જોઈએ. આ ડાયલોગમાં શું નબળું છે? જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તે ઈરાદાપૂર્વક રાખવામાં આવ્યા છે જેથી તે દર્શકો માટે સરળતા રહે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ’ચોક્કસપણે તે જાણી જોઈને રાખવામાં આવ્યા છે. બજરંગબલી માટેના ડાયલોગ સંપૂર્ણ વિચાર કરીને લખવામાં આવ્યા છે. અમે તેને સરળ રાખ્યા છે. એક વાત સમજવી પડશે કે જો ફિલ્મમાં અનેક પાત્રો હોય તો દરેક એક જ ભાષા બોલી શકતા નથી. વિવિધતા હશે.
મનોજે આગળ કહ્યું કે, દેશના મોટા-મોટા સંત આ દેશાના મોટા મોટા કથાવાચકો એવી જ રીતે બોલતા જે રીતે મેં લખ્યો છે. હું પહેલો વ્યક્તિ નથી જેણે આ પ્રકારના ડાયલોગ લખ્યા છે, આ પહેલાથી જ બોલાતા આવ્યા છે.