21 જૂન વિશ્વ યોગ દિવસ છે, યોગ એ શારીરિક અને માનસિક સક્ષમતા માટે ઉત્તમ છે
આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ છે ત્યારે વિશ્વના પ્રસિદ્ધ અને હિન્દૂના આસ્થા કેન્દ્ર એવા ખોડલ ધામ મંદિરના પ્રાંગણમાં યોગ કરીને આ યોગને વૅચ્યુલી ઘરે ઘરે પોહોચે તે માટે ઓનલાઈન કરવામાં આવ્યા હતા, ખોડલ ધામ મંદિરમાં પરિસરમાં આજે યોગા દિવસ યોગ શિક્ષકો અને ટ્રસ્ટીઓ એ માતાના સાનિધ્યમાં યોગ કર્યા હતા સાથે સાથે અહીં યોજાયેલ યોગને સોસીયલ મીડિયા મારફતે લાઈવે કરીને ઘરે ઘરે પોચાડ્યા હતા આ લાઈવ યોગા સેસનમાં હજારો લોકો જોડ્યા હતા અને યોગ કર્યા હતા અને યોગનું માર્ગ દર્શન લીધું હતું.
- Advertisement -
યોગ એ શારીરિક અને માનસિક સક્ષમતા માટે ઉત્તમ છે, હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં શારીરિક તંદુરસ્તી વધુ મજબૂત બનવવા માટે યોગા ખૂબ મહત્વના છે તેમાં પણ ફેફસાની મજબૂતી વધારવા માટે યોગનું ખાસ મહત્વ છે, ખોડલધામ દ્વારા આજે અહીં લોકોને ઓનલાઈન યોગના સેસન યોજીને લોકોને યોગ સાથે જોડીને યોગ દિવસની ઉજવણી કરી હતી.